Not Set/ ગુજરાતની ચૂંટણીઓના કારણે સસંદનું શિયાળુ સત્ર પાછું ખેંચ્યું મોદી સરકારે: ગુલામનબી આઝાદ

અમદાવાદ કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પૂર્વ મંત્રી ગુલામનબી આઝાદે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગુલાબનબી આઝાદે મોદી સરકાર પર નિશાન સાધ્યુ્ં હતું અને જણાવ્યું હતું કે બીજેપી સરકારે પાર્લામેન્ટરીનું શિયાળું સત્ર નવેમ્બર માસની જગ્યાએ ડિસેમ્બરમાં રાખ્યું છે.બીજેપીના આ પ્રકારની વલણથી અમને આપત્તી છે અને લોકતંત્રનું હનન થઇ રહ્યું છે. ગુલામનબી આઝાદે વઘુમાં જણાવ્યું હતું […]

Gujarat
vlcsnap 2017 11 23 17h20m27s375 ગુજરાતની ચૂંટણીઓના કારણે સસંદનું શિયાળુ સત્ર પાછું ખેંચ્યું મોદી સરકારે: ગુલામનબી આઝાદ

અમદાવાદ

કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પૂર્વ મંત્રી ગુલામનબી આઝાદે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગુલાબનબી આઝાદે મોદી સરકાર પર નિશાન સાધ્યુ્ં હતું અને જણાવ્યું હતું કે બીજેપી સરકારે પાર્લામેન્ટરીનું શિયાળું સત્ર નવેમ્બર માસની જગ્યાએ ડિસેમ્બરમાં રાખ્યું છે.બીજેપીના આ પ્રકારની વલણથી અમને આપત્તી છે અને લોકતંત્રનું હનન થઇ રહ્યું છે.

ગુલામનબી આઝાદે વઘુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.જો આ ચૂંટણી પહેલા પાર્લામેન્ટ્રીનું શિયાળુ સત્ર બોલાવવામાં આવે તો સરકારના કૌભાંડો બહાર પડવાની શક્યતા છે જેના ડરથી મોદી સરકારે ચૂંટણી બાદ શિયાળું સત્ર બોલાવવાની ફરજ પાડી છે.કેન્દ્ર સરકાર ગુજરાતમાં થનારી ચૂંટણી યોજાઇ તે પહેલા જ હારી ગઇ છે તેમ પણ જણાવ્યું હતું.ગુજરાતની જનતાને અપીલ કરું છું કે ૨૨ વર્ષથી તમારી સાથે દગો થઇ રહ્યો છે.જે દગો આ વખતે ગુજરાતની જનતા સહન ન કરે તે માટે કોંગ્રેસ આ વિધાનસભાની ચૂંટણી જીતવા માટે એડીચેટીનું જોર લગાવી રહી છે.બીજેપી પોતાન સ્વાર્થ માટે જ્ઞાતિ અને ધર્મની મોટી સુફિયાણી વાતો કરી રહી છે. તેમજ નોટબંધી અને જીએસટીને પણ ગુલાબનબી આઝાદે ફ્લોપ ગણાવી હતી.વધુમાં ભષ્ટ્રાચારનો આરોપ નાખતાં જણાવ્યું હતું કે યુપીએ સરકારમાં રાફેલ જેટની જે ડીલ થઇ હતી.તેના કરતાં વધારે ભાવમાં તેની ડીલ કરવામાં આવી છે.