સુરતઃ સુરતમાં ગુજરાતની સંસદીય ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વખત કોઈ સાંસદ બિનહરીફ ચૂંટાશે. ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવશે. બીએસપીના પ્યારેલાલે તેમની ઉમેદવાર પરત ખેંચતા આ ઇતિહાસ સર્જાયો છે. ગુજરાતના 75 વર્ષના સંસદીય ઇતિહાસમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત જ બની છે. કોંગ્રેસના ઉમેદવારના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા પછીનો આ ઘટનાક્રમ છે.
ઉલ્લેખનીય છે કે ભારતની સંસદીય ચૂંટણીના ઇતિહાસના 73 વર્ષમાં અત્યાર સુધી કુલ 28 બેેઠકો બિનહરીફ થઈ હતી અને હવે તેમાં સુરતની બેઠક 29મી બેઠક બની છે. આ સાથે વર્તમાન લોકસભા ચૂંટણીમાં સુરતની બેઠક સમગ્ર દેશમાં એકમાત્ર બેઠક બની છે જે બિનહરીફ છે. આ સિવાય સુરતના 73 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત જ એવું બન્યું છે કે ચૂંટણી લડવા માટે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નહીં હોય.
આ અગાઉ સુરત બેઠક પરથી 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. જોકે જોકે સુરતમાં બસપા ઉમેદવાર અને પાર્ટીના પ્રમુખ પ્યારેલાલ ભારતીએ હજુ સુધી ફોર્મ પરત ખેંચ્યું નથી. બીજી તરફ પ્યારેલાલે કલેક્ટર અને એસપીને પત્ર લખીને પોલીસ સંરક્ષણ માંગ્યુ છે. મુકેશ દલાલ બિનહરિફ થવાના સંકેત વચ્ચે પ્યારેલાલ સંપર્ક વિહોણા થયા છે અને તેના ઘર પર તાળુ છે. પોલીસ સુરક્ષા માગતા રાજકીય ચર્ચા શરૂ થઈ છે કે તેઓ ફોર્મ પરત નહીં ખેંચે. ત્યારે હવે 3 વાગ્યે જ ખબર પડશે કે પ્યારેલાલ ફોર્મ પરત ખેંચશે કે નહીં. જો પ્યારેલાલ ફોર્મ પરત ખેંચે તો સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની શકે છે. હાલ, સૌની નજર સુરત બેઠક પર મંડાયેલી છે.
આમ મુકેશ દલાલે બિનહરીફ થયા પછી તરત જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ સાથે મુલાકાત કરી હતી. સુરતની બેઠક બિનહરીફ જાહેર થવાના પગલે મુકેશ દલાલને સી આર પાટિલે આવકાર્યા હતા અને ખેસ પહેર્યો હતો. તેની સાથે આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 400 બેઠકના સ્વપ્નને પૂરી કરવાની દિશામાં પ્રથમ પગલું ગણાવ્યું હતું. મુકેશ દલાલ તેમના સમર્થકો સાથે પહોંચ્યા હતા. સુરતમાં કુલ દસ ફોર્મ ભરાયા હતા અને બે ફોર્મ રદ થયા હતા. તેથી આઠ ફોર્મ હતા. આઠમાંથી અપક્ષના છ ઉમેદવારોએ સવારે જ ફોર્મ પરત ખેંચી લીધા હતા. ફક્ત બીએસપીના પ્યારેલાલ હતા. તેમણે છેક બે વાગ્યા પછી ફોર્મ પરત ખેંચી ત્યાં સુધી ભાજપનો જીવ ઊંચો રાખ્યો હતો.
આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર
આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ
આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો:ભાજપ કોંગ્રેસના 13થી 14 ઉમેદવારોના નામાંકન રદ કરવાનો પ્રયાસ કરશેઃ ગોહિલ