પ્રભારી/ રાજ્ય સરકારના નવા મંત્રીઓને જિલ્લાની જવાબદારી સોંપાઇ,જાણો વિગતો

આગામી વિધાનસભાની તાડમાર તૈયારીઓ ભાજપ સરકારે શરૂ કરી દીધી છે, સરકારના નવા મંત્રીઓને જિલ્લાના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે

Top Stories Gujarat
JILLA રાજ્ય સરકારના નવા મંત્રીઓને જિલ્લાની જવાબદારી સોંપાઇ,જાણો વિગતો

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં અસરકારક કામગીરી હાથ ધરી દીધી છે,અને પ્રજાલક્ષી કામ કરવા લાગ્યા છે.  થોડા મહિના બાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેથી ભાજપ સરકારે હાલ જિલ્લાના પ્રભારીની નિયુકત કરીને તેમને જવાબદારી સોંપી દીધી છે. આગામી ચૂંટણીમાં કોઇ કસર ના રહે અને ભાજપ ભવ્ય રીતે વિજ્ય થાય તે માટે અત્યારથી રણનીતિ બનાવી દેવામાં આવી છે. રાજ્યના મંત્રીઓને વિવિધ જિલ્લાઓમાં પ્રભારી તરીકે નિમણૂંક કરી દીધાં છે.

રાજ્યના નવા મંત્રીઓને સોપાઇ જિલ્લાના જવાબદારી

રાજેન્દ્ર ત્રિવેદીને અમદાવાદ, ખેડા જિ.ના પ્રભારી મંત્રી

જીતુ વાઘાણીને સુરત,નવસારી જિ.ના પ્રભારી મંત્રી

ઋષિકેશ પટેલને જૂનાગઢ,ગીરસોમનાથની જવાબદારી

રાઘવજી પટેલને ભાવનગર,બોટાદની જવાબદારી

કનુ દેસાઇને જામનગર,દેવભૂમિ દ્વારકાની જવાબદારી

કિરીટસિંહ રાણાને બનાસકાંઠા,પાટણની જવાબદારી

નરેશ પટેલને વડોદરા,છોટાઉદેપુરના પ્રભારીમંત્રી

અર્જુનસિંહ ચૌહાણને મહેસાણાની જવાબદારી

હર્ષ સંઘવીને ગાંધીનગરની જવાબદારી

પૂર્ણેશ મોદીને મોરબી, રાજકોટની જવાબદારી

પ્રદીપ પરમારને સાબરકાંઠા, અરવલ્લીની જવાબદારી

જગદીશ પંચાલને નર્મદા જિલ્લાની જવાબદારી

બ્રિજેશ મેરજાને અમરેલી જિલ્લાના જવાબદારી

જીતુ ચૌધરીને દાહોદ જિલ્લાની જવાબદારી

મનીષા વકીલને મહીસાગર જિલ્લાની જવાબદારી

મુકેશ પટેલને ભરૂચ જિલ્લાની જવાબદારી

નીમિષા સુથારને ડાંગ જિલ્લાની જવાબદારી

અરવિંદ રૈયાણીને કચ્છ જિલ્લાની જવાબદારી

કુબેર ડીંડોરને તાપી જિલ્લાની જવાબદારી

કીર્તિસિંહ વાઘેલાને વલસાડ જિલ્લાની જવાબદારી

ગજેન્દ્રસિંહ પરમારને આણંદ જિલ્લાની જવાબદારી

રાઘવ મકવાણાને પોરબંદર જિલ્લાની જવાબદારી

વિનોદ મોરડિયાને પંચમહાલની જવાબદારી

દેવા માલમને સુરેન્દ્રનગરની જવાબદારી

આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે અત્યારથી જ કામે લાગી ગઇ છે. રાજ્યમાં પ્રજાલક્ષી કાર્યો અને સંગઠન વધુ મજબૂત બનાવીને કવાયત હાથ ધરવામાં આવશે અને નવા મંત્રીઓને જિલ્લાની જવાબદારી સોંપી છે તેનાથી ચૂંટણીમાં ઉમેદવાર પણ નકકી કરવામાં સરળતા રહેશે.