Not Set/ સફેદ ઝંડો લાવો અને તમારા લોકોના શબ લઈ જાઓ ,ભારતની આર્મીએ પાકને આપી ચીમકી

ભારતીય સેનાની કાર્યવાહીમાં માર્યા ગયેલા પાકિસ્તાની આતંકીઓના મૃતદેહ હજુ પણ એલઓસી પર પડ્યા છે. ભારતીય સેના એ પાકિસ્તાનને આતંકીઓના મૃતદેહ લઇ જવાનો પ્રસ્તાવ મોકલી દીધો છે. ભારતે કહ્યું કે પાકિસ્તાની સેના સફેદ ઝંડા સાથે આવે અને આ મૃતદેહ લઇ જી શકે છે. પરંતુ પાકિસ્તાન તરફથી કોઈ જ જવાબ આવ્યો નથી. જણાવી દઈએ એક ભરતીય સેનાએ […]

Top Stories India
arja 3 સફેદ ઝંડો લાવો અને તમારા લોકોના શબ લઈ જાઓ ,ભારતની આર્મીએ પાકને આપી ચીમકી

ભારતીય સેનાની કાર્યવાહીમાં માર્યા ગયેલા પાકિસ્તાની આતંકીઓના મૃતદેહ હજુ પણ એલઓસી પર પડ્યા છે. ભારતીય સેના એ પાકિસ્તાનને આતંકીઓના મૃતદેહ લઇ જવાનો પ્રસ્તાવ મોકલી દીધો છે. ભારતે કહ્યું કે પાકિસ્તાની સેના સફેદ ઝંડા સાથે આવે અને આ મૃતદેહ લઇ જી શકે છે. પરંતુ પાકિસ્તાન તરફથી કોઈ જ જવાબ આવ્યો નથી. જણાવી દઈએ એક ભરતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના કેરન સેકટરમાં પાકિસ્તાની BAT (બોર્ડર એકશન ટીમ)ની ઘૂસણખોરીની કોશિષોનો નિષ્ફળ કરી દીધી. આતંકીઓની સાથે અથડામણમાં ભારતીય સેના એ 5 થી 7 પાકિસ્તાની સેનાના BAT કમાન્ડોને ઠાર કરી દીધા.

ફોરવર્ડ પોસ્ટ પર કુલ્મો કરવાનો પ્રયાસ કરી રહેલ પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓના મૃતદેહ હજુ  પણ એલઓસી પર પડ્યા છે. ભારતે કહ્યું કે આ પાકિસ્તાનની આર્મી ઈચ્છે તો સફેદ ઝંડા સાથે આવીને આ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લઇ જી શકે છે.

સેનાએ પુરાવા તરીકે તેમના 4 મૃતદેહના સેટેલાઈટ ફોટાઓ પણ લીધા છે. સત્તાવાર સૂત્રો અનુસાર, પાકિસ્તાનની બાજુથી સંશ્મીરની શાંતિ ભંગની સતત પ્રયાસ ચાલુ છે અને તે ફાયરિંગની આડમાં જૈશ-એ-મોહમ્મદની આતંકીઓનો ભારતમાં ઘૂસણખોરીની કોશિષોના ઈરાદામાં છે

પાકિસ્તાને શનિવારે ભારત પર આરોપ લગાવ્યો હતો કે એલઓસી પર ભારતીય સેના કથિત રીતે ક્લ્સ્ટર બોમ્બનો ઉપયોગ કરી રહી છે. એના જવાબમાં ભારતીય સેનાએ કહ્યું કે એમના દ્વારા નિયંત્રણ રેખા પર માત્ર ઘૂસણખોરી રોકવાનો પ્રયત્નના કારણે પાકિસ્તાની સૈન્ય અડ્ડાઓ પર કરારી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સેનાએ જણાવ્યું હતું કે પાકિસ્તાની બળો દ્વારા સતત આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાની કોશિષો થઇ રહી છેઆ પહેલા પણ પાક સેનાએ ભારતીય સેના પર ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો અને સામાન્ય નાગરિકોને નિશાનો બનાવીને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.