Not Set/ CBSE પેપર લીક : ક્રાઈમ બ્રાંચની તપાસમાં થયો ઘટસ્ફોટ, પરીક્ષાના ૩૦ મિનિટ પહેલા જ પેપર થયું હતું લીક

દિલ્લી, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા હાલમાં યોજવામાં આવેલી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં સામે આવેલા પેપર લીકના મુદ્દે દિલ્લી ક્રાઈમ બ્રાંચની ટીમને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વાર રવિવારે રાજધાની દિલ્લીમાંથી ત્રણ વધુ લોકોની ધરપકડ કરી છે, જે પેપર લીક કરવાના મુખ્ય આરોપીઓ છે. #UPDATE: Delhi Police says 2 teachers & a […]

Top Stories
kdfg CBSE પેપર લીક : ક્રાઈમ બ્રાંચની તપાસમાં થયો ઘટસ્ફોટ, પરીક્ષાના ૩૦ મિનિટ પહેલા જ પેપર થયું હતું લીક

દિલ્લી,

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા હાલમાં યોજવામાં આવેલી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં સામે આવેલા પેપર લીકના મુદ્દે દિલ્લી ક્રાઈમ બ્રાંચની ટીમને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વાર રવિવારે રાજધાની દિલ્લીમાંથી ત્રણ વધુ લોકોની ધરપકડ કરી છે, જે પેપર લીક કરવાના મુખ્ય આરોપીઓ છે.

ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓ અંગે જણાવ્યું હતું કે, “ધરપકડ કરવામાં આવેલા ત્રણ મુખ્ય આરોપીઓમાંથી બે દિલ્લીની જ એક સ્કુલના ટીચર છે જયારે અન્ય એક આરોપી કોચિંગ ક્લાસ ચલાવે છે.

ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવેલા મુખ્ય આરોપીઓની ઓળખ વૃષભ અને રોહિતના રૂપમાં થઇ છે, જેઓ દિલ્લીની એક પ્રાઈવેટ સ્કૂલમાં શિક્ષક છે જયારે અન્ય એક આરોપોની ઓળખ તૌકીરના નામે થઇ છે, જે એક કોચિંગ ક્લાસ ચલાવે છે.

ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુમાં જણાવતા કહ્યું, ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓએ પરીક્ષાના દિવસે એક કલાક પહેલા જ ધો. નું અર્થશાસ્ત્રનું પેપર લીક કર્યું હતું.

બે રીતથી લીક કરવામાં આવ્યું હતું પેપર

ક્રાઈમ બ્રાંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સીબીએસઈના ધો.૧૨નું અર્થશાસ્ત્રનું પેપર બે રીતથી લીક કરવામાં આવ્યું હતું. પરીક્ષાના એક દિવસ પહેલા હાથ દ્વારા લખવામાં આવેલું પેપર લીક થયું હતું જયારે પરીક્ષાના માત્ર ૧ કલાક પહેલા પ્રિન્ટેડ ફોર્મ પર પેપર લીક કરવામાં આવ્યું હતું.

અડધા કલાક પહેલા જ ખોલી દેવામાં આવી હતી પેપરની સીલ

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આ ઘટનામાં આરોપી ટીચરે સીલ બંધ કવરમાં મુકવામાં આવેલા પેપરનું સીલ સવારે ૯:૪૫ વાગ્યે ખોલવાની હતી પરંતુ તેઓએ અડધો કલાક પહેલા એટલે કે ૯:૧૫ વાગ્યે જ સીલ ખોલ્યું હતું.

ત્યારબાદ આરોપી ટીચરે મોબાઇલ દ્વારા પેપરની તસ્વીરો લીધી હતી અને તૌકીરને મોકલી હતી અને તૌકીરે પછીથી Whatsapp દ્વારા પેપર લીક કર્યું હતું.

મહત્વનું છે કે, CBSE દ્વારા પેપર લીકનો મામલો સામે આવ્યા બાદ ધો. ૧૨ના અર્થશાસ્ત્રની પરીક્ષા ફરીથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જયારે ધો.૧૦ના ગણિતના પેપરને લઈ અત્યારસુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પેપર લીક હવે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વિસલબ્લોઅરનો વધુ એક સ્ફોટક ખુલાસા બાદ CBSEના ૨૮ લાખ વિધાથીઓ માટે વધુ એક ચિંતાનું કારણ બન્યું છે.