Not Set/ રાષ્ટ્રપતિ કોવિંદ જ નહિ મહાત્મા ગાંધી અને ઇન્દિરા સાથે પણ આ મંદિરમાં થયું છે ગેરવર્તન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને એમની પત્ની સાથે પૂરી જગન્નાથ મંદિરમાં અયોગ્ય વર્તન કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને લઈને રીપોર્ટ બનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ એમની પત્ની સાથે માર્ચમાં પુરી ગયા હતા. જોકે, મંદિરના અધિકારીઓએ માફી માંગી હતી. રાષ્ટ્રપતિ કાર્યાલયે એનો અસ્વીકાર કરતા સ્પષ્ટીકરણ માંગ્યું છે. આ પહેલીવાર નથી કે પુરીમાં આવી ઘટના બની […]

Top Stories India
665942 puri temple temple રાષ્ટ્રપતિ કોવિંદ જ નહિ મહાત્મા ગાંધી અને ઇન્દિરા સાથે પણ આ મંદિરમાં થયું છે ગેરવર્તન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને એમની પત્ની સાથે પૂરી જગન્નાથ મંદિરમાં અયોગ્ય વર્તન કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને લઈને રીપોર્ટ બનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ એમની પત્ની સાથે માર્ચમાં પુરી ગયા હતા. જોકે, મંદિરના અધિકારીઓએ માફી માંગી હતી. રાષ્ટ્રપતિ કાર્યાલયે એનો અસ્વીકાર કરતા સ્પષ્ટીકરણ માંગ્યું છે.

puri rath yatra રાષ્ટ્રપતિ કોવિંદ જ નહિ મહાત્મા ગાંધી અને ઇન્દિરા સાથે પણ આ મંદિરમાં થયું છે ગેરવર્તન

આ પહેલીવાર નથી કે પુરીમાં આવી ઘટના બની હોય. અહી ગર્ભગૃહમાં પ્રવેશ કરવાથી ઘણા ગણમાન્ય વ્યક્તિઓને રોકવામાં આવી ચુક્યા છે. મંદિરમાં એક બોર્ડ છે જેમાં લખવામાં આવ્યું છે કે ફક્ત હિન્દુઓને અનુમતિ છે. મંદિરના નિયમો અનુસાર ફક્ત શંકરાચાર્ય આમાં બદલાવ કરી શકે છે. ઉલ્લેખનીય વાત છે કે 1984માં ઇન્દિરા ગાંધીને મંદિરમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા હતા કારણ કે એમણે પારસી સાથે લગ્ન કર્યા હતા.

ઇન્દિરા જ નહિ, પરંતુ મહાત્મા ગાંધીને પણ મંદિરમાં પ્રવેશ કરતા રોકી દેવામાં આવ્યા હતા, જયારે તેઓ મુસ્લિમ, હરીજન અને દલિતોને મંદિરમાં લઇ ગયા હતા. વર્ષ 1984માં રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે સોનિયા ગાંધીને કાઠમંડુમાં પશુપતિનાથ મંદિરમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવ્યા હતા. એમને એવું કહીને પ્રવેશ ન અપાયો કે તેઓ એક ઈસાઈ છે.

citizenshipact રાષ્ટ્રપતિ કોવિંદ જ નહિ મહાત્મા ગાંધી અને ઇન્દિરા સાથે પણ આ મંદિરમાં થયું છે ગેરવર્તન

1998માં પાર્ટી અધ્યક્ષનો પદભાર સાંભળ્યા બાદ સોનિયા ગાંધી આશીર્વાદ લેવા તિરુપતિ મંદિર ગયા હતા. એમને વીઝીટર બુકમાં સાઈન કરવા કહેવામાં આવ્યું હતું. જેના પર સવાલ થયા કે તેઓ હિંદુ છે કે નહિ. ત્યારે એમણે કહ્યું કે હું મારા પરિવારના સિદ્ધાંતોનું પાલન કરું છુ. ગુજરાત ચુંટણી દરમિયાન રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરનો પ્રવાસ કર્યો ત્યારે ખુબ વિવાદ થયો હતો. એવો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે એમણે બિન-હિન્દુઓની વીઝીટર બુકમાં સાઈન કેમ કરી. જોકે, કોંગ્રેસે આ વાતનો અસ્વીકાર કરી દીધો હતો.