Gujarat weather: હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની ભીતિના કારણે વલસાડ અને સુરત જીલ્લા વહીવટીતંત્રએ એલર્ટનું જાહેરનામું બહાર પાડ્યું છે. તેમજ દરિયાના પાણીમાં ન જવાની સૂચના આપી છે.
ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે. વલસાડના નારગોલનો દરિયા કિનારો બંધ કરવામાં આવ્યો છે. દરિયા કિનારે 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. નારગોલનો દરિયાકિનારો બે દિવસ માટે સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. જેને કારણે દરિયો તોફાની બને તેવી પણ આશંકા વ્યક્ત કરાઇ છે. તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્રએ બીચ ઉપર સહેલાણીઓની સુરક્ષા અને જાગૃતિ માટે બેનર લગાવ્યા છે.
સુરતમાં ઓલપાડના દાંડી અને ડભારી બીચ બંધ રાખવા સુરત વહીવટી તંત્રએ આદેશ આપ્યા છે. 7 જૂન સુધી વાવાઝોડાની આગાહીને પગલે દાંડી અને ડભારી બીચ બંધ રખાશે. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમરગામ, નાર્ગોલ, નાનીદાંતી, મોટી દાંતી અને કોસંબાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ
આ પણ વાંચો: જામનગરમાં બાળકીને ગાયે કચડતા ચકચાર
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર થયું સજાગ,આપી રહ્યું છે પોલીસ કર્મચારીઓને ટ્રેનીંગ