Indian Economy/ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત, હવે ફક્ત ત્રણ દેશો ભારતથી આગળ

ભારત હવે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

Top Stories Breaking News Business

Indian Economy: ભારતે ફરી એકવાર આર્થિક મોરચે ધ્વજ લહેરાવ્યો છે. ભારત હવે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આનો અર્થ એ થયો કે હવે ભારતથી ફક્ત ત્રણ દેશો આગળ છે.

નીતિ આયોગના સીઈઓ બી.વી.આર. સુબ્રમણ્યમે શનિવારે કહ્યું કે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. IMF ના ડેટા અનુસાર, ભારતનો GDP હવે $4 ટ્રિલિયનને વટાવી ગયો છે.

નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા, આર. સુબ્રમણ્યમે કહ્યું, “હાલમાં વૈશ્વિક રાજકીય અને આર્થિક વાતાવરણ ભારતના પક્ષમાં છે. અત્યારે, જેમ હું બોલી રહ્યો છું, ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. IMF અનુસાર, આજે ભારતનું અર્થતંત્ર જાપાન કરતા મોટું થઈ ગયું છે.”

ભારતથી હવે ફક્ત ત્રણ દેશો આગળ છે.

નીતિ આયોગના સીઈઓએ વધુમાં જણાવ્યું હતું કે હવે ફક્ત અમેરિકા, ચીન અને જર્મની જ ભારત કરતાં મોટી અર્થવ્યવસ્થા છે. જો બધું બરાબર રહ્યું તો, ભારત આગામી 2.5 થી 3 વર્ષમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એપલને આપવામાં આવેલી ધમકી અંગે સુબ્રમણ્યમે કહ્યું, “ટેરિફ શું હશે તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતાં, ભારત ઉત્પાદન માટે એક સસ્તું સ્થળ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે સંપત્તિ મુદ્રીકરણના બીજા તબક્કા માટે તૈયારીઓ ચાલી રહી છે અને તે ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:2035 સુધી 168 લાખ કરોડ રૂપિયા ખર્ચશે યુવા પેઢી, વપરાશમાં જનરેશન Z સૌથી આગળ: રિપોર્ટ

આ પણ વાંચો:ભારત આર્થિક પ્રગતિના માર્ગ પર, છતાં વર્લ્ડ બેંકનો પડકાર ’75 વર્ષ પછી આર્થિક વિકાસમાં અમેરિકાના ચોથા ભાગના સ્તરે પંહોચી શકશે”

આ પણ વાંચો:ભારતનો આર્થિક વિકાસમાં વેગ છતાં કેમ બેરોજગારીનું પ્રમાણ વધ્યું?