Maharashtra News/ ‘આ લગ્ન થવાના જ નથી…’ સિયાની સિક્રેટ Snapchat ચેટ વાયરલ, કેતન મર્ડર કેસમાં નવો વળાંક

“આ લગ્ન થવાના જ નથી…” સિયાની વાયરલ ચેટે ખોલ્યા કેતન મર્ડર કેસના નવા રહસ્યો!

Top Stories India Breaking News
New twist in the Ketan Agarwal murder case

Maharashtra News: પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યા કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મુખ્ય આરોપી સિયા ગોયલની સ્નેપચેટ પર મિત્ર સાથે થયેલી કથિત વાતચીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ચેટમાં સિયાએ લગ્ન અંગે લખ્યું હતું કે, “આ લગ્ન થવાના જ નથી.” આ મેસેજ હત્યાના લગભગ 24 દિવસ પહેલાંનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જેના કારણે તપાસમાં નવો એંગલ ઉમેરાયો છે.

કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક  (New twist in the Ketan Agarwal murder case)

તપાસ દરમિયાન સામે આવેલી માહિતી મુજબ 25 મેના રોજ સિયાએ પોતાની મિત્ર પાસેથી લગ્નની ટિકિટ બુકિંગ માટે આધાર કાર્ડની કોપી માગી હતી. તે જ ચેટમાં લખાયેલા શબ્દો “જે થવાના નથી પણ તો પણ મોકલી દે”  હવે તપાસ એજન્સીઓ માટે મહત્વના પુરાવા બની રહ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ 18 જૂને પુણેના લોહગઢ કિલ્લા પરથી કેતન અગ્રવાલ (Ketan Agarwal)ને ધક્કો મારીને હત્યા કરી હોવાનો આરોપ છે. બંનેની સગાઈ થઈ ચૂકી હતી અને આ વર્ષે નવેમ્બરમાં લગ્ન થવાના હતા.

New twist in the Ketan Agarwal murder case
New twist in the Ketan Agarwal murder case

બંને આરોપી વાતચીત દરમિયાન કોડવર્ડ, નિકનેમ અને ઇમોજીનો ઉપયોગ કરતા 

તપાસમાં એ પણ ખુલ્યું છે કે સિયા અને ચેતન વાતચીત દરમિયાન કોડવર્ડ, નિકનેમ અને ઇમોજીનો ઉપયોગ કરતા હતા. પોલીસે બંનેના મોબાઇલમાંથી ડિલીટ કરાયેલો ડેટા રિકવર કર્યો છે અને તેની તપાસ માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. સિયાના ઘરેથી વધુ એક મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

વડગાંવ કોર્ટે સિયા ગોયલ અને ચેતન ચૌધરીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. બંનેએ કોર્ટમાં નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો હતો. આરોપીઓની સંમતિ વગર આ ટેસ્ટ ન થઈ શકે તે કારણે હાલ આ પરીક્ષણ નહીં કરવામાં આવે.

આ દરમિયાન પોલીસે બીડ જિલ્લાના એક યુવકને પણ કસ્ટડીમાં લીધો હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીઓને શંકા છે કે હત્યાના કાવતરામાં ત્રીજી વ્યક્તિને અગાઉથી માહિતી હતી. હાલ તેની ભૂમિકાની તપાસ ચાલી રહી છે.

પોલીસના દાવા મુજબ હત્યાનું કાવતરું લગભગ 19 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું હતું. 14 જૂને કેતનને ધક્કો મારવાનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો, જ્યારે 18 જૂને સિયા અને ચેતને મળીને લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારી હત્યાને અંજામ આપ્યો હતો.


આ પણ વાંચો:પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક: સિયાના માતા-પિતાનું ભાવુક નિવેદન

આ પણ વાંચો:27 ગુણ મળ્યા છતાં સંબંધ કેમ તૂટી ગયો? સિયા-કેતન કેસે ઉઠાવ્યા અનેક સવાલો

આ પણ વાંચો:કેતન મર્ડર કેસમાં પોલીસનો નવો દાવ; ચહેરો નહીં, હવે આરોપીની ‘ચાલ’ પરથી થશે ઓળખ