World Bank Report/ ભારત આર્થિક પ્રગતિના માર્ગ પર, છતાં વર્લ્ડ બેંકનો પડકાર ’75 વર્ષ પછી આર્થિક વિકાસમાં અમેરિકાના ચોથા ભાગના સ્તરે પંહોચી શકશે”

ભારત આર્થિક પ્રગતિના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. પરંતુ, માથાદીઠ આવકમાં વધારો એ દેશ માટે મોટી સમસ્યા છે.

Top Stories Breaking News Business

Indian Economy Survey: ભારત આર્થિક પ્રગતિના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. પરંતુ, માથાદીઠ આવકમાં વધારો એ દેશ માટે મોટી સમસ્યા છે. વિશ્વ બેંકે પણ પોતાના રિપોર્ટમાં આ જ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ભારત સહિત 100 થી વધુ દેશો ઉચ્ચ આવક ધરાવતા દેશો બનવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને કઠિન પડકારોનો સામનો કરવો પડશે.

મિડલ ઈન્કમ ટ્રેપ રિપોર્ટ અનુસાર, ભારતને અમેરિકાના ચોથા ભાગના માથાદીઠ આવકના સ્તરે પહોંચવામાં લગભગ 75 વર્ષ લાગશે. ઈન્ડોનેશિયાને પણ લગભગ 70 વર્ષ લાગશે. જો કે ચીન આ સિદ્ધિ લગભગ 10 વર્ષમાં જ હાંસલ કરી શકે છે. વિશ્વ બેંકના અહેવાલમાં છેલ્લા 50 વર્ષોના રીસર્ચ ટાંકવામાં આવ્યા છે. તેમાં જાણવા મળ્યું છે કે જેમ જેમ દેશો વધુ સમૃદ્ધ બને છે, તેઓ સામાન્ય રીતે માથાદીઠ વાર્ષિક યુએસ જીડીપીના લગભગ 10 ટકાના ‘ટપમાં’ ફસાઈ જાય છે. તે હાલમાં US$8,000 ની સમકક્ષ છે. તે દેશોને મધ્યમ આવક ધરાવતા દેશો તરીકે વર્ગીકૃત કરવા માટે વિશ્વ બેંકના થ્રેશોલ્ડની મધ્યમાં છે.

વિકાસશીલ દેશોમાં પડકારોની સમસ્યા
2023 ના અંતે 108 દેશોને મધ્યમ આવક તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. આમાંના દરેકની માથાદીઠ વાર્ષિક જીડીપી US$1,136 અને US$13,845 વચ્ચે હતી. આ દેશો છ અબજ લોકોનું ઘર છે, એટલે કે વિશ્વની 75 ટકા વસ્તી આ છ દેશોમાં રહે છે.

અહીં દર ત્રણમાંથી બે લોકો અત્યંત ગરીબીમાં જીવે છે. આગળ જોતાં, પડકારો ભૂતકાળ કરતાં પણ વધુ ગંભીર છે. આ દેશોમાં વસ્તી અને દેવું ઝડપથી વધી રહ્યું છે. ભૌગોલિક રાજકીય અને વેપાર સંબંધિત સમસ્યાઓ પણ વધી રહી છે. તેઓ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના આર્થિક પ્રગતિની ગતિ વધારવાના પડકારનો પણ સામનો રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અરબી સમુદ્રમાં તાપમાન વધતા વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનું જોખમ

આ પણ વાંચો:મંત્રી નંદીના પુત્ર અને પુત્રવધૂને નડ્યો અકસ્માત, મર્સિડીઝના ઉડી ગયા ચિથડે ચિથડા

આ પણ વાંચો:વાયનાડ પ્રલયમાં 116 લોકોના મોત,UNICEFનો દાવો – દક્ષિણ એશિયામાં 60 લાખ બાળકો સંકટમાં