Anand News/ આંકલાવ રાજોડપુરા તલાવડીમાં માછલીઓના મોત, કેમિકલ કે ઝેરી દવા નાખ્યાની આશંકા

Anandના આંકલાવ તાલુકાના રાજોડપુરાની તલાવડીમાં અચાનક હજારો માછલીઓના મોત થયા છે. તળાવમાં કેમિકલ કે ઝેરી દવા નાખવામાં આવી હોવાની ગ્રામજનોની આશંકા.

Gujarat Top Stories Others
Rajodpura Fish Death Anand:

Rajodpura Fish Death Anand: પર્યાવરણ અને જળચર જીવો પ્રત્યે માનવીની બેદરકારી કેટલી હદે જઈ શકે છે, તેનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી સામે આવ્યો છે. આંકલાવના રાજોડપુરા ગામની તલાવડીમાં અચાનક હજારોની સંખ્યામાં માછલીઓના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના પાછળ કોઈ અસામાજિક તત્વોએ તળાવમાં ઝેરી દવા કે કેમિકલ ઠાલવ્યું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

Rajodpura Fish Death Anand:

Anand: તળાવમાં તરતા મૃતદેહો અને બેદરકારીના સવાલો

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજોડપુરા ગામની આ નાની તલાવડીમાં મોટી સંખ્યામાં માછલીઓ વસવાટ કરતી હતી. પરંતુ અચાનક જ તળાવના પાણી પર હજારો માછલીઓના મૃતદેહો તરતા જોવા મળ્યા હતા. એકસાથે આટલા મોટા પ્રમાણમાં જળચર જીવોના મોત થતાં ગંભીર સવાલો ઊભા થયા છે. ગામલોકોનું માનવું છે કે કોઈએ જાણીજોઈને તળાવમાં ઝેરી પદાર્થ કે કેમિકલ ફેંક્યું છે, જેના કારણે આ જીવલેણ દુર્ઘટના ઘટી છે.

દુર્ગંધથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ

માછલીઓના સડી ગયેલા મૃતદેહોને કારણે સમગ્ર તલાવડી અને આસપાસના વિસ્તારમાં અત્યંત તીવ્ર અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે. આ દુર્ગંધને કારણે આસપાસ રહેતા સ્થાનિકોના આરોગ્ય પર ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. જો સત્વરે તળાવની સાફ-સફાઈ કરવામાં નહીં આવે તો ગામમાં ભયંકર રોગચાળો ફાટી શકે છે તેવી ચિંતા ગ્રામજનો સતાવી રહી છે.

Rajodpura Fish Death Anand:

ઉચ્ચસ્તરીય તપાસની ઉગ્ર માંગ

આ અરેરાટીભરી ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અબોલ જીવોનો ભોગ લેનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને આ સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસ થાય તેવી માંગ ઉઠી છે. પર્યાવરણ પ્રેમીઓ પણ આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને તંત્ર પાસે જવાબ માંગી રહ્યા છે કે તળાવમાં કયું કેમિકલ ભળ્યું અને તે કોણે નાખ્યું?


આ પણ વાંચો: આણંદમાં ₹98 લાખની પાણી ટાંકી કૌભાંડનો પર્દાફાશ, હલકી ગુણવત્તા સામે આવતા તંત્રનું બુલડોઝર

આ પણ વાંચો: આણંદના સાંસેજમાં બૂથ નંબર-1 પર ફરજ બજાવતા કર્મચારીનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો: આણંદમાં ચૂંટણી પહેલા ભાજપને મોટી લીડ, અનેક બેઠકો બિનહરીફ જીત