Not Set/ એસટી બસ ડ્રાઇવરની ઘોર બેદરકારી … દારૂ પીને બસ ચલાવતો હતો ડ્રાઇવર

દાહોદમાં એસટી બસ ડ્રાઇવરની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ડ્રાઇવર દારૂ પીને બસ ચલાવતો હતો. જેના કારણે બે વખત અકસ્માત થતા રહી ગયો હતો. આથી બસમાં બેઠેલા મુસાફરોએ બસ ડ્રાઇવરને બસ રોકાવી વાત કરતા જાણવા મળ્યું કે તે દારૂ પીને બસ ચલાવતો હતો. લોકોને જાણ થતા ડ્રાઇવર બસ છોડીને ફરાર થઇ ગયો હતો. ડ્રાઇવર પીધેલી હાલતમાં […]

Top Stories Gujarat

દાહોદમાં એસટી બસ ડ્રાઇવરની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ડ્રાઇવર દારૂ પીને બસ ચલાવતો હતો. જેના કારણે બે વખત અકસ્માત થતા રહી ગયો હતો. આથી બસમાં બેઠેલા મુસાફરોએ બસ ડ્રાઇવરને બસ રોકાવી વાત કરતા જાણવા મળ્યું કે તે દારૂ પીને બસ ચલાવતો હતો.

લોકોને જાણ થતા ડ્રાઇવર બસ છોડીને ફરાર થઇ ગયો હતો. ડ્રાઇવર પીધેલી હાલતમાં હતો તેના બેગ ખોલી તપાસ કરતા તેમાંથી બિયરના બે ટીન અને ઓએસિસ બ્રાન્ડની ત્રણ રોયલ બાર વિસ્કીના ક્વાર્ટર મળ્યા હતા. આથી રોષે ભરાયેલા મુસાફરોએ  વિરોધ કરી હલ્લા બોલ કર્યા હતા. આથી પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી.

સરકાર દ્વારા દારૂબંધી માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી, ત્યારે સરકારી કર્મચારીઓ જ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. હવે આરોપી સામે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.