Gujarat Weather/ હવામાન વિભાગ : રાજ્યમાં અનેક સ્થાનો પર ઘેરાયા વાદળો, ક્રિસમસ તહેવારમાં જોવા મળી શકે કમોસમી વરસાદ

ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, જેના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.

Top Stories Gujarat Others

Gujarat Weather News: ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, જેના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ સમગ્ર રાજ્યમાં સવારથી ગાઢ ધુમ્મસ છવાયું છે. જેના કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે, જેના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાતાવરણના સ્તરને કારણે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે વિભાગે 26 થી 28 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

અમદાવાદમાં 26 ડિસેમ્બરથી 3 દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ 26 થી 28 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે. સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સવારના સમયે ઘણા શહેરો ગાઢ ધુમ્મસમાં છવાયેલા રહેશે. મહત્વનું છે કે આવતીકાલ તારીખ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ક્રિસમસ તહેવારની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વરસાદનું આગમન લોકોના રંગમાં ભંગ પાડી તેવી સંભાવના છે.

પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પરનું નીચું દબાણ ક્ષેત્ર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીથી દક્ષિણ આંધ્ર પ્રદેશ-ઉત્તર તમિલનાડુના દરિયાકિનારા સુધી ફેલાયું છે. 26 ડિસેમ્બર સુધી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના ઓડિશા અને પુડુચેરીમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ પડશે. હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

દેશમાં તીવ્ર ઠંડીનો કહેર વધ્યો છે. ઉત્તર ભારતમાં પહાડોમાં હિમવર્ષા થઈ રહી છે અને મેદાની રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે.
રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હળવા વરસાદ બાદ ઠંડીમાં વધારો થયો છે. વરસાદ અને હિમવર્ષાને કારણે હિમાચલમાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 30 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ગઢવાલ હિમાલયમાં આવેલા બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને હેમકુંડ સાહિબ અને કુમાઉના મુનશિયારીમાં ફરી એક વખત હિમવર્ષા થવાના કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી : ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજુ ફરી વળશે

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વધશે ઠંડી : હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો: ગુજરાતમાં ક્યારે પડશે હાડ થીજવતી ઠંડી ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?