Gujarat News/ હવામાન વિભાગની આગાહી : ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજુ ફરી વળશે

બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલમાં ઠંડી વધારે પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે

Top Stories Gujarat

Gujarat News : ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે. જેમાં આગામી 24 કલાકમાં ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. તેમજ આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલમાં ઠંડી વધારે પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 17 ડિસેમ્બર બાદ મહત્તમ તાપમાન વધ તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 30 -31 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ સુરતના ભાગોમાં મહત્તમ તાપમાન વધી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન વધે તેવી આગાહી કરી છે. 16 થી 22 ડિસેમ્બર સુધી વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. 23 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલાનો મામલો

આ પણ વાંચો: રાજકોટમાં માતા અને પુત્રી સાથે કરાયા શારીરિક અડપલાં

આ પણ વાંચો: જામનગરની સૈનિક શાળામાં લંપટ લીલા,બેન્ડ માસ્તરે શારીરિક અડપલા કરતા નોંધાઈ ફરિયાદ