Rajkot News/ રાજકોટમાં માતા અને પુત્રી સાથે કરાયા શારીરિક અડપલાં

રાજકોટમાં માતા અને પુત્રી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 11 13T154604.354 રાજકોટમાં માતા અને પુત્રી સાથે કરાયા શારીરિક અડપલાં

Rajkot News: રાજકોટમાં માતા અને પુત્રી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. રેલનગરમાં રહેતા મનસુખ વાઢેર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપી ક્વાર્ટર બતાવવા લઈ ગયો પછી તેણે અડપલા કર્યા છે. મહિલાની આઠ વર્ષની બાળકીને પણ રિક્ષામાં બેસાડી અડપલા કર્યા હતા.

આરોપીને ઝડપવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. ફરિયાદી મહિલાને રહેવા માટે ક્વાર્ટરની જરૂરિયાત હોઈ આરોપી ક્વાર્ટર બતાવવા ગયો હતો અને તેના પછી તેણે મહિલાને પાછળથી પકડી અડપલા કર્યા હતા. મહિલાની 8 વર્ષની દીકરી ને પણ રિક્ષામાં બેસાડી અડપલાં કરતા ચોકવાનારી હકીકત સામે આવી છે. મહિલા ફરિયાદ પરથી આરોપીને જડપી પડવા પોલીસ કવાયત હાથ ધરી.

આ પહેલાં બોટાદના રાણપુરમાં સગીરા સાથે અજપલાની ઘટના સામે આવી છે. દરમિયાન સગીરાનો મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું બહાર આવતા ચકચાર મચી છે. સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતા પોલીસે ફરિયાદમાં દુષ્કર્મની કલમનો ઉમેરો કર્યો છે.

આબનાવની વિગત મુજબ આરોપીએ સગીરાને ચોકલેટની લાલચ આપીને તેના ઘરે બોલાવી હતી. બાદમાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદના રાણપુરમાં સગીરા સાથે અડપલાનો બનાવ

આ પણ વાંચો: આણંદ ગેંગરેપના પ્રયાના કેસમાં સગીરાને શાળામાં લઈ જઈ કેફી પીણુ પીવડાવ્યું હતું, ગુપ્ત ભાગે કર્યા અડપલા

આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલાનો મામલો