Navsari News/ ગુજરાતી યુવકની ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં હત્યા બાદ મૃતદેહ માદરે વતન લવાયો

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અને મૃતક એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ તરીકે સાથે રહેતા હતા. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે

Top Stories Gujarat

Navsari News: મૂળ નવસારી (Navsari)ના ગુજરાતી યુવકની ઓસ્ટ્રેલિયા (Australia)ના મેલબોર્ન શહેરમાં હત્યા થતાં ચકચાર મચી ગઈ હતી. તેના મૃતદેહને આજે બીલીમોરા પહોંચાડવામાં આવ્યો છે. 14 કરોડનું ફંડ ભગુ કરી સમાજનાં લોકોએ મિહિર દેસાઈનાં મૃતદેહને માદરે વતન મોકલ્યો છે.

મિહિર દેસાઈ મેલબોર્નના બરવુડ વિસ્તારમાં રહેતા હતા અને મૂળ ગુજરાતના નવસારીના બિલીમોરાના વતની હતા. મિહિરની હત્યા તેના જ રૂમમેટ દ્વારા કરવામાં આવે છે. હાલમાં, હત્યા પાછળના કારણો હજુ સુધી બહાર આવ્યા નથી. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, ગંભીર ઈજાઓને કારણે મિહિરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી અને નજીકના ઘરમાંથી ભારતીય મૂળના 42 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અને મૃતક એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ તરીકે સાથે રહેતા હતા. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે અને પડોશીઓની પણ પૂછપરછ કરી છે. બંને વચ્ચે કયા મુદ્દે ઝઘડો થયો તે અંગે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી. મિહિર દેસાઈ સાથેની આ ઘટના બાદ મેલબોર્નના સ્થાનિક ગુજરાતી સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીલીમોરામાં રહેતા મિહિરનો પરિવાર પણ આ આઘાતજનક સમાચારથી શોકમાં ડૂબી ગયો છે. મેલબોર્ન પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષની શરૂઆતમાં પણ ઓસ્ટ્રેલિયામાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી લડાઈ દરમિયાન 22 વર્ષીય MTech વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક વિદ્યાર્થીની ઓળખ નવજીત સંધુ તરીકે થઈ છે. નવજીત હરિયાણાના કરનાલનો રહેવાસી હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના નેતાએ 5 મહિલાઓ પર ગુજાર્યો બળાત્કાર

આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયામાં સી પ્લેન ક્રેશ, 3 ઘાયલ અને 3 ગુમ

આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયાના નામે છેતરપિંડી : NRIના પિતા પાસેથી 3.5 લાખ પડાવ્યા