Not Set/ હવે બ્રેક્ઝિટની જવાબદારી ‘બોરિસ જોનસન’ પર, બન્યા બ્રિટનનાં નવા PM

બ્રિટનમાં ચાલી રહેલી ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને પરિણામો પણ જાહેર થઇ ગયા છે. ત્યારે બ્રિટને પોતાનાં નવા વડાપ્રઘાન બોરિસ જોનસનને ચૂંટ્યા છે. બોરિસ જોનસન બ્રિટનનાં પૂર્વ વિદેશ મંત્રી રહી ચૂંક્યા છે. અને વર્તમાન વિદેશ મંત્રી જેરેમી હંટને બ્રિટના નવા વડાપ્રધાન પદની રેસમાં પરાસ્ત કરી ચૂંટાઇ આવ્યા છે. બોરિસ જોનસનને બ્રિટનની ઘારી કન્ઝર્વેટિવ પાર્ટીમાં […]

Top Stories World

બ્રિટનમાં ચાલી રહેલી ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને પરિણામો પણ જાહેર થઇ ગયા છે. ત્યારે બ્રિટને પોતાનાં નવા વડાપ્રઘાન બોરિસ જોનસનને ચૂંટ્યા છે. બોરિસ જોનસન બ્રિટનનાં પૂર્વ વિદેશ મંત્રી રહી ચૂંક્યા છે. અને વર્તમાન વિદેશ મંત્રી જેરેમી હંટને બ્રિટના નવા વડાપ્રધાન પદની રેસમાં પરાસ્ત કરી ચૂંટાઇ આવ્યા છે. બોરિસ જોનસનને બ્રિટનની ઘારી કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતા પદ માટે યોજાવામાં આવેલી ચૂંટણીમાં 87.4 ટકા મત મળ્યા હતાં.

માગ્રા રેટ થેચર બાદ બ્રિટના બીજા લોકપ્રિય મહિલા વડાપ્રધાન ટેરેસા મે એ બ્રેક્ઝિટમાં નેગેટીવ પબ્લિક પોલીંગ આવતા પોતાનું રાજીનામા આપી દાતે, બ્રિટન પોતાનાં નવા નેતાની શોધ હતું. વડાપ્રધાન પદની રેસમાં સત્તાવાર રીતે બોરિસ જોનસનને વડાપ્રધાન પદ માટે ચૂંટી કાઢવામાં આવતા બ્રેક્ઝિટને તેના  પડાવ સુધી પહોંચાડવાની જવાબદારી બ્રિટનની પ્રજા દ્વારા જોનસનને સોંપવામાં આવી છે.

બોરિસ જોનસન યુરોપીયન યુનિયનમાંથી કોઈ પણ પ્રકારની સમજુતી વગર બહાર નિકળવા માંગે છે. બ્રેક્ઝિટ નિર્ણય બાદ બ્રિટનના  દુનિયાના સૌથી શક્તિશાળી આર્થિક સંગઠનમાંથી બહાર થઈ જશે. આપને જણાવી દઇએ કે બ્રિટન હાલ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને બ્રેક્ઝિટનાં કારણે બ્રિટન પર તેની વ્યાપક અસરો પણ જોવામાં આવશે તેવી વકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.