નરોડા પાટિયા કેસનો મામલે ત્રણ આરોપીઓને હાઇકોર્ટે દોષિત ઠેરવ્યા છે. વર્ષ 2002માં અમદાવાદના નરોડા વિસ્તારમાં કોમી તોફાનો થયા હતા. જેમાં 97 જેટલા લોકોની હત્યા થઈ હતી. જે મામલાની તપાસ ખાસ એસ.આઈ.ટીને સોંપવામાં આવી હતી અને એસ.આઈ.ટીની તપાસ અને પુરાવાને આધારે ભૂતકાળમાં એસ.આઈ.ટી અદાલતે ત્રણ આરોપીને નિર્દોષ છોડી મુક્યા હતા.
જેથી આ કેસ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસમાં ટ્રાયલ કોર્ટે કુલ 32 લોકોને દોષિત જાહેર કર્યા હતા તેમજ 29 લોકોને મુક્ત કર્યા હતા. ટ્રાયલ કોર્ટે 32 લોકોને દોષિત જાહેર કર્યા હતા તેમાંથી હાઈકોર્ટે માયાબેન કોડનાની સહિત 17 લોકોને દોષમુક્ત જાહેર કર્યા હતા. તેમજ ટ્રાયલ કોર્ટે નિર્દોષ જાહેર કરેલા 29 લોકોમાંથી ત્રણ લોકોને દોષી ઠેરવ્યા હતા.
રાજુ ચૌમલ, પરમેન્દ્ર અને ઉમેશને નીચલી કોર્ટે સાક્ષીઓએ તેમના નામ ન લીધા હોવાથી મુક્ત કરી દીધા હતા. પરંતુ આ ત્રણ લોકોની ભૂમિકા જણાતા હાઇકોર્ટ તેમને દોષિત જાહેર કર્યા હતા.
આ મામલે હાઇકોર્ટે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રજૂ થયેલા પુરાવાને આધારે તેમને કેસમાં દોષિત જાહેર કર્યા હતા અને તે મામલે કોર્ટે સજા જાહેર કરવાની હતી. પરંતુ સંજોગો અનુસાર ન જાહેર થઈ શકતા. આગામી 25મી જૂને હાઇકોર્ટ આરોપીની સજા માટેનો ઓર્ડર કરી શકે છે. તેવી હાલ શક્યતાઓ સેવાઇ રહી છે.
