Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ રવિશંકર પ્રસાદ અને શશી થરૂરનું એકાઉન્ટ લોક થયા બાદ સંસદિય સમિતીએ ટ્વિટર પાસે માંગ્યો જવાબ

નવા આઈટી નિયમોને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ભારત સરકાર વચ્ચે તણાવનો માહોલ યથાવત છે. આ તણાવનો માહોલ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. દરમ્યાન, માહિતી અને તકનીકી મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિએ મંગળવારે એક બેઠક બોલાવી છે.

June 30, 2021June 30, 2021hardik shah
Top Stories India

નવા આઈટી નિયમોને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ભારત સરકાર વચ્ચે તણાવનો માહોલ યથાવત છે. આ તણાવનો માહોલ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. દરમ્યાન, માહિતી અને તકનીકી મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિએ મંગળવારે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં સંસદીય સ્થાયી સમિતિએ ગૂગલ, ફેસબુક અને ટ્વિટરનાં અધિકારને ભારતનાં આઇટી નિયમનું પાલન કરવા નિર્દેશ આપ્યો છે.

Interesting / અમેરિકામાં જોવા મળ્યો સૌથી દુર્લભ પાયથોન, જુઓ વીડિયો

માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં ફેસબુકે સમિતિ સમક્ષ જવાબ રજૂ કર્યો છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસનાં નેતા શશી થરૂરનાં ટ્વિટર એકાઉન્ટ્સને લોક કરવા મામલે માહિતી અને તકનીકી સંબંધિત સંસદની સ્થાયી સમિતિએ બે દિવસની અંદર જવાબ માંગ્યો છે. એક સમાચાર એજન્સી અનુસાર સમિતિએ પૂછ્યું છે કે રવિશંકર પ્રસાદ અને શશી થરૂરનાં ટ્વિટર એકાઉન્ટ્સ કેમ લોક કરાયા હતા? આપને જણાવી દઈએ કે, ટ્વિટર દ્વારા copyright નાં કથિત ઉલ્લંઘન માટે આઇટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ બંધ કર્યા બાદ સંસદીય પેનલનાં અધ્યક્ષ શશી થરૂરે કહ્યું હતું કે, તેમની સાથે પણ આ જ બન્યું હતું. થરૂરે સમિતિને રવિશંકર પ્રસાદ અને તેમના એકાઉન્ટ પર પ્રતિબંધ અંગે ટ્વિટર પાસેથી જવાબ માંગવાનો નિર્દેશ આપ્યો હતો. આ સંદર્ભે, હવે ટ્વિટરે બે દિવસની અંદર જવાબ આપવા કહેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, શુક્રવારે, 25 જૂને, ટ્વિટરે રવિશંકર પ્રસાદનાં એકાઉન્ટને એક કલાક સુધી અવરોધિત કરવામાં આવ્યો હતો અને આ માટે અમેરિકાનાં કાયદાને ટાંકવામાં આવ્યા હતા. વળી આઇટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ટ્વિટર ભારત પ્રત્યે દ્વિ વલણ ધરાવે છે. ટ્વિટરનો ઉદ્દેશ યોગ્ય લાગતો નથી.

Interesting / ગરીબીની ખટાસ દૂર કરવા કેરી વેચતી બાળકીને અચાનક જ મળી સહાનુભૂતિની મિઠાસ, 1 કેરી 10 હજારમાં વેચાઈ

માહિતી તકનીક પર સંસદીય સ્થાયી સમિતિએ ફેસબુક, ગૂગલ અને ટ્વિટરને નવા આઇટી નિયમોનું પાલન કરવા અને દેશનાં નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. આ અંગે ફેસબુકે સમિતિ સમક્ષ જવાબ પણ દાખલ કર્યો છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, સંસદીય સ્થાયી સમિતિએ પૂછ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં શું કાર્યવાહી કરવામાં આવી, જે બાદ ફેસબુકે કહ્યુ કે, જે લોકો પર એક્શન લેવામાં આવ્યા, એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવાામાં આવી તે અંગેનો વિગતવાર અહેવાલ 15 જુલાઇ સુધીમાં જણાવશે. સમિતિએ સ્પષ્ટ કહ્યું છે કે આઇટી એક્ટ 2021 નું પાલન કરવું પડશે.

Post navigation

PM મોદી પ્રધાનમંડળનું વિસ્તરણ થઇ શકે, 2019 પછી પ્રથમ વિસ્તરણ કરવા હિલચાલ, ગુજરાતમાંથી એકને પ્રધાનપદ મળવાની સંભાવના, 18 જુલાઇ અગાઉ થઇ શકે કેબિનેટનું વિસ્તરણ, 18 જુલાઇ થી શરૂ થશે લોકસભાનું ચોમાસુ સત્ર
કેન્દ્રીય મંત્રીમંડળની આજે બેઠક યોજાશે જેમાં પીએમ મોદી કેબિનેટ વિસ્તરણ અંગે મોટા સંકેતો આપી શકે છે

More Posts

Samaras Hostel Protest: 15 કલાકથી ધરણા, પાણી-ભોજન મુદ્દે વિદ્યાર્થિનીઓનો વિરોધ

Surat News/ સુરત સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો મોરચો, ‘લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી ધરણા’

October 2, 2026October 2, 2026Jaymin Dhiman

Not Set/ સુરત પોલીસ દ્વારા આધુનિક પેનિક બટન સિસ્ટમનો ડેમો…. જાણો શું છે આખી સિસ્ટમ

September 16, 2019padma prajay
ઉરી ઘૂસણખોરી

ઉરી/ સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકવાદીઓને ઠાર કર્યા, પાંચ એકે 47 અને 70 હેન્ડ ગ્રેનેડ જપ્ત

September 23, 2021September 23, 2021padma prajay

New Delhi/ NDA સરકાર ભૂલથી બની…તે લઘુમતીની સરકાર છે, ગમે ત્યારે પડી શકે છેઃ ખડગેનો દાવો

June 15, 2024Maya Sindhav

Morbi News/ મોરબીના તીર્થક ગ્રુપ પર આઇટીના દરોડા, મોટાપાયા પર બેનામી વ્યવહારોની શંકા

November 29, 2024jani

Not Set/ હરિયાણામાં ઢોર ચોરીની શંકાના આધારે સ્થાનિક લોકોએ એક વ્યક્તિની કરી હત્યા

August 4, 2018August 4, 2018Harshid Patel

ગુજરાત/ નવ મહાનગરોની શાળાઓમાં મધ્યાન ભોજન યોજના શરુ

March 28, 2022padma prajay

Not Set/ દેશમાં કોરોનાનાં કેસ અને મોતનાં આંકમાં ઘટાડો, આગામી 100 થી 125 દિવસ નિર્ણાયક

July 19, 2021July 19, 2021hardik shah

kisan andolan/ ખેડૂત આંદોલનને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોટી જાહેરાત કરી, કોંગ્રેસ સત્તા પર આવતા MSPની આપી ખાતરી

February 13, 2024Heena Dave

Not Set/ સંક્રમિતોનો આંકડો 100 પાર, અત્યાર સુધી 11 રાજ્યોમાં મળ્યા કેસ

December 17, 2021garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy