Interesting/ અમેરિકામાં જોવા મળ્યો સૌથી દુર્લભ પાયથોન, જુઓ વીડિયો

છેલ્લા ઘણા દિવસોથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક અદ્ભુત સપ્તરંગી અજગર જોવા મળી રહ્યો છે. જે પણ આ અનોખો વીડિયો જોવે છે, તેને આશ્ચર્ય થાય છે.

Ajab Gajab News

છેલ્લા ઘણા દિવસોથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક અદ્ભુત સપ્તરંગી અજગર જોવા મળી રહ્યો છે. જે પણ આ અનોખો વીડિયો જોવે છે, તેને આશ્ચર્ય થાય છે. આ વીડિયોમાં એક રેઈન્બો રેટિકુલેટેડ પાયથોન છે. તેના રંગે બધાને દંગ કરી દીધા છે. વીડિયો અમેરિકાનાં કેલિફોર્નિયા રાજ્યનાં પ્રાણી સંગ્રહાલયનો છે. ‘દુર્લભ રેઈન્બો સાપ’ જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા છે. તેનો રંગ જોઈને, તમે અનુમાન કરી શકશો નહીં કે તે સાપ છે.

આ પણ વાંચો-  OMG! / આ 6 વર્ષનું ટેણીયું કરવા માંગે છે લગ્ન, વીડિયોમાં તેની વાતો સાંભળીને તમે પણ હસી હસીને બઠ્ઠા પડી જશો

આ વીડિયોને કેલિફોર્નિયામાં રેપ્ટાઇલ પ્રાણી સંગ્રહાલયનાં સ્થાપક જે બ્રેવર દ્વારા શેર કરવામાં આવ્યો છે. જે બ્રેવર હંમેશાં પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમના ઝૂમાંથી સાપનાં અનોખા વીડિયો શેર કરતા રહે છે. મેઘધનુષ્યની અજગરનો આ વીડિયો, જે તેમણે લગભગ બે અઠવાડિયા પહેલા શેર કર્યો હતો, જેને સોશિયલ મીડિયા પર 48 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. વીડિયોને 3.3 મિલિયન લાઈક્સ મળી ચુકી છે.

જુઓ વીડિયો- https://www.instagram.com/reel/CP3ErGBlh95/?utm_source=ig_web_copy_link

બ્રેવરે એક બોક્સમાં પડેલા અજગરનો એક વીડિયો શેર કરતાં કહ્યું કે, તે ખરેખર કલાનું પ્રતિબિંબિત જીવન જીવે છે. સાપનાં અવિશ્વસનીય રંગથી લોકો હવે આ પ્રાણીસંગ્રહાલયવની મુલાકાત લેવાની પણ ઇચ્છા ધરાવે છે. લોકો વીડિયો જોયા પછી વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે ઘણા લોકો તેના રંગો માટે તેની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને સુંદર કહી રહ્યા છે.

આ પણ વાંચો – OMG! / એક ભંગારવાળાએ ખરીદ્યા ત્રણ હેલિકોપ્ટર, ગામમાં પહોંચતા જ ફોટો પડાવવા થઇ પડાપડી

આ પહેલા અમેરિકાનાં ફ્લોરિડામાં આવો દુર્લભ સાપ જોવા મળ્યો હતો. આ દુર્લભ સાપ ફ્લોરિડાનાં ઓકાલા નેશનલ ફોરેસ્ટમાં જોવા મળ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે આ સાપ 51 વર્ષમાં પહેલી વાર જોવા મળ્યો હતો. 4 ફૂટ લાંબો ‘દુર્લભ રેઈન્બો સાપ’ જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ સાપની પ્રજાતિઓ મેરીઅન કાઉન્ટીનાં ફરૈંન્સિયા એરિથ્રોગ્રામમાં વર્ષ 1969 માં જોવા મળી હતી. જે બાદ હવે તે ફરી એકવાર જોવા મળી છે. ઈલ માછલી ખાવામાં એક્સપર્ટ, આ સાપ ઝેરી હોતો નથી. કહેવાય છે કે, આવા અનેક અજગર એમેઝોનનાં જંગલમાં રહે છે. જ્યા દુનિયાનાં સૌથી મોટા એનાકોન્ડા પણ ઘણી વખત જોવા મળ્યો છે.