શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનું ત્રણ વર્ષ જુનું ગઠબંધન આખરે તૂટી ગયું છે. ભાજપે મહેબુબા મુફ્તી સરકારને આપેલું સમર્થન પાછુ લઇ લીધું છે. 87 સીટો વાળી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ભાજપ પાસે ૨૫ સીટો અને પીડીપી પાસે 28 સીટો છે. મહેબુબા મુફ્તીએ પોતાનું રાજીનામું રાજ્યપાલ નરેન્દ્ર નાથ વહોરાને સોંપી દીધું છે.
ભાજપ-પીડીપીનું ગઠબંધન તુટવાની સાથે જ વિપક્ષી પાર્ટીઓના અલગ-અલગ નિવેદનો આવવાનું શરુ થઇ ગયું છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથે ગઠબંધન કરવાનો કોઈ સવાલ જ નથી. એમણે આગળ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકોને હવે શાંતિનો અનુભવ થશે, કારણ કે જે કઈ પણ થયું એ સારા માટે થયું છે. તેમણે(ભાજપ) કાશ્મીરને તહસનહસ કરી નાખ્યું છે અને હવે તેઓ સરકારમાંથી નીકળી ચુક્યા છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન નાગરીકો અને સૈનિકોના સૌથી વધારે સંખ્યામાં મૃત્યુ થયા છે.
I have told Governor that since no party has the mandate to form government, he will have to impose Governor rule in the state: Omar Abdullah, National Conference on BJP called off alliance with PDP in #JammuAndKashmir pic.twitter.com/Tln9psdQC1
— ANI (@ANI) June 19, 2018
નેશનલ કોન્ફરન્સના નેતા ઊમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ નરેન્દ્ર નાથ વહોરા સાથે શ્રીનગરમાં મુલાકાત કરી હતી. એમણે જણાવ્યું કે અમારી પાસે 2014માં મેન્ડેટ ના હતું અને 2018માં પણ મેન્ડેટ નથી.
Didn’t BJP tell us that demonetisation had broken the back of terrorism in Kashmir? Then what happened? https://t.co/S9nyOMocKl
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 19, 2018
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી હતી કે વિનાશ(જમ્મુ-કાશ્મીરમાં) કર્યા બાદ, ભાજપ કાશ્મીરમાંથી નીકળી ગયું છે. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે કાશ્મીરનો વિનાશ વેર્યા બાદ, ભાજપ તેના ગઠબંધન સાથીની ઝાટકણી કાઢે છે અને સરકારમાંથી નીકળી ગયા બાદ ગવર્નર શાસન માટે પૂછે છે.
An opportunistic alliance has come to an end. BJP is running away after destroying the peace in the valley. https://t.co/P2C9ZMZtuk
— Congress (@INCIndia) June 19, 2018
કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે એક તકવાદી જોડાણનો અંત આવ્યો છે. કાશ્મીર ઘાટીમાં શાંતિનો નાશ કર્યા બાદ ભાજપ દુર ભાગી રહ્યું છે.
काश्मीरमध्ये तीन वर्षांत कोणतेही कामकाज सरकार नीटपणे करू शकले नाही. परंतु अशाप्रकारे काश्मीरमध्ये सत्तेतून अंग काढून काश्मीरच्याबाबतीत जी परिस्थिती निर्माण झाली आहे त्या जबाबदारीतून भाजप मुक्त होऊ शकत नाही. #BJPDumpsPDP
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) June 19, 2018
એનસીપીના પ્રવક્તા નવાબ માલિકે કહ્યું કે કેન્દ્ર સરકાર અને પીડીપી-ભાજપનું ગઠબંધન કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. ભાજપે ખુદને બચાવવા માટે જમ્મુ-કાશ્મીર સરકારમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો છે, પરંતુ કાશ્મીરની પરિસ્થતિની જવાબદારીથી ભાજપને મુક્ત કરી શકાશે નહિ.
https://twitter.com/Partap_Sbajwa/status/1009020032184176642
કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ ટ્વીટ કર્યું કે નોટ્બંધી બાદ ભાજપ દાવો કરી રહ્યું હતું કે નોટબંધીના કારણે આતંકીઓની કરોડરજ્જુ ભાંગી ગઈ છે, હવે ભાજપ કહે છે અમે સરકારમાંથી નીકળી જવાનું નક્કી કર્યું છે કારણ કે કાશ્મીર ઘાટીમાં આતંકવાદ ખુબ વધી ગયો છે.
J&K में सरकार का सुख भोग अब आम चुनाव पूर्व सरकार गिराकर यह सिद्ध कर दिया कि भाजपा का चुनाव में एकमात्र एजेंडा धार्मिक उन्माद, घृणा और साम्प्रदायिकता का ही होगा।
— Rashtriya Janata Dal (@RJDforIndia) June 19, 2018
રાષ્ટ્રીય જનતા દળે ટ્વીટ કરીને જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સત્તાનું સુખ ભોગવ્યા બાદ લોકસભા ચુંટણીની પહેલા સરકારમાંથી સમર્થન પાછુ ખેંચીને ભાજપે સિદ્ધ કરી દીધું કે એમનો ચુંટણીમાં એકમાત્ર એજન્ડા ધાર્મિક ઉન્માદ, ધ્રુણા અને સાંપ્રદાયિકતા જ હશે.
After running & ruining J&K For 3.4 years the self claimed nationalist & opportunist BJP suddenly realised they are not capable of controlling terrorism, violence & its promises so they run away from key roles & responsibilities.
Height of Opportunism! Both in J&K and Bihar.
— Tejashwi Yadav (@yadavtejashwi) June 19, 2018
તેજસ્વી યાદવે પણ ટ્વીટ કરીને લખ્યું કે 3.4 વર્ષ સુધી જમ્મુ-કાશ્મીર ચલાવીને અને વિનાશ વેરીને ખુદને દેશભક્ત ગણતા, તકવાદી ભાજપને અચાનક જ્ઞાન થયું કે તેઓ આતંકવાદ, હિંસા સામે લડી શકે એમ નથી અને આપેલા વચનો પુરા કરી શકે એમ નથી, તેથી તેઓ તેમની જવાબદારીથી ભાગી રહ્યા છે.
શિવસેનાના સંજય રાઉતે ભાજપ-પીડીપી ગઠબંધનને રાષ્ટ્ર વિરોધી અને અસ્વાભાવિક ગણાવ્યું હતું.
I am not shocked. We didn't do this alliance for power. This alliance had a bigger motive- unilateral ceasefire, PM's visit to Pakistan, withdrawal of cases against 11,000 youth: Mehbooba Mufti #JammuAndKashmir pic.twitter.com/cp8RGqdOfF
— ANI (@ANI) June 19, 2018
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે મને જરા પણ આંચકો લાગ્યો નથી. અમે આ ગઠબંધન સત્તા માટે કર્યું નહતું.
