ગુજરાત,
હાલમાં જ સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયતના સત્તાધિશોના અઢી વર્ષ પુર્ણ થતા ચૂંટણી યોજાઈ રહી છે. અમરેલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખનો વિજય થયો છે. જેમાં પ્રમુખ પદે કોંગ્રેસના મેન્ડેટ સાથે નરેશ અકબરી ચૂંટાયા છે. સાથે જ ઉપપ્રમુખ પદે રમેશ કોટડિયા ચૂંટાયા છે.
ઉના તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન યથાવત જોવા મળ્યુ છે. પ્રમુખ તરીકે વીરા ભાઈ સોલંકી અને ઉપ પ્રમુખ તરીકે લાખી બેન લખનોત્રાની વરણી કરવામાં આવી છે. તેમજ ગીરગઢડા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે શ્રીમતી ગીતાબેન દોમડીયા તથા ઉપ પ્રમુખ તરીકે શ્રી બાલુભાઈ કિડેચાની વરણી કરવામાં આવી હતી.
આ સાથે જ જામનગર જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બુઘવારે યોજાશે. જેમાં પ્રમુખ પદ મેળવવા માટે ત્રણ મહિલાઓ મેદાનમાં ઉતર્યા છે. ત્રણ મહિલાઓ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
