Ahmedabad News/ બાપુનગરમાં ચોરીના મોબાઇલના સ્પેરપાર્ટ્સનું નેટવર્ક ઝડપાયું, રૂ.14 લાખનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad Stolen Mobile: અમદાવાદના બાપુનગરમાં પોલીસે ચોરીના અને બંધ મોબાઇલના સ્પેરપાર્ટ્સ અલગ કરીને વેચતા બે આરોપીની ધરપકડ કરી. સુંદરમનગરમાંથી રૂ.14 લાખના સ્પેરપાર્ટ્સ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Stolen Mobile: ચોરીના મોબાઇલના સ્પેરપાર્ટ્સનું નેટવર્ક ઝડપાયું, રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ચોરીના મોબાઇલ(Ahmedabad Stolen Mobile)  ફોનના સ્પેરપાર્ટ્સ અલગ કરીને વેચતા હોવાના આરોપમાં પોલીસે બે શખ્સની ધરપકડ કરી છે. પોલીસે સુંદરમનગર વિસ્તારમાંથી કાર્યવાહી કરીને આરોપીઓના મકાનમાંથી આશરે રૂ.14 લાખની કિંમતનો મોબાઇલ સ્પેરપાર્ટ્સનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Ahmedabad Stolen Mobile: સુંદરમનગરમાં બાતમીના આધારે પોલીસની કાર્યવાહી

બાપુનગર પોલીસને (Bapunagar Police) ચોક્કસ બાતમી મળ્યા બાદ સુંદરમનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે બે શંકાસ્પદ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં બંને આરોપીઓ મકાનમાં રહીને મોબાઇલ ફોનના અલગ-અલગ ભાગો છૂટા કરતા હોવાનું સામે આવ્યું હતું.

ચોરીના અને બંધ મોબાઇલમાંથી ભાગો કાઢતા હોવાનો આરોપ

પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓ ચોરીના તેમજ બંધ હાલતમાં મળતા મોબાઇલ ફોન મેળવી તેના ઉપયોગી સ્પેરપાર્ટ્સ અલગ કરતા હતા. ત્યારબાદ આ ભાગોને અલગ-અલગ રીતે વેચવામાં આવતા હતા. મોબાઇલ ફોનને આખેઆખો વેચવાને બદલે તેના સ્પેરપાર્ટ્સ વેચવાથી પોલીસની નજરથી બચી શકાય તેવી તેમની રીત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બે આરોપીની ધરપકડ, રૂ.14 લાખનો મુદ્દામાલ જપ્ત

બાપુનગર પોલીસે અબ્દુલ અન્સારી અને શોકતઅલી અન્સારી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમના મકાનમાંથી વિવિધ મોબાઇલ ફોનના સ્પેરપાર્ટ્સ મળી આવ્યા હોવાનું જણાવ્યું છે. કબજે કરાયેલા મુદ્દામાલની કિંમત આશરે રૂ.14 લાખ હોવાનું સામે આવ્યું છે.

હાલ પોલીસ દ્વારા સૌથી મહત્વની કડી શોધવામાં આવી રહી છે કે આરોપીઓને ચોરીના મોબાઇલ ફોન કોણ સપ્લાય કરતું (Mobile Spare Parts) હતું. સાથે જ અલગ કરવામાં આવેલા મોબાઇલ સ્પેરપાર્ટ્સ કોને વેચવામાં આવતા હતા અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.બાપુનગર પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ કરી ચોરીના મોબાઇલના સપ્લાયર તેમજ સ્પેરપાર્ટ્સના ખરીદદારો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.


આ પણ વાંચો: બંગલામાં ચોરી કરવા ઘૂસ્યો કે ફસાઈ ગયો? સુરતના નાના વરાછામાં ગ્રીલમાં અટવાયેલા શખ્સને લોકોએ માર્યો

આ પણ વાંચો: અમીષા પટેલની માતાના ઘરે લાખોના હીરાજડિત કંગનની ચોરી

આ પણ વાંચો: બોટાદમાં મોબાઈલ ચોરીની શંકાએ લોહિયાળ ખેલ, સોડા પીવાના બહાને બોલાવી હત્યા