Gujarat Weather/ ગુજરાતમાં આજે 4 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 12 જીલ્લામાં હળવો વરસાદ થશે

રાજ્યના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, 12 જીલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Top Stories Gujarat

Gujarat Weather: આજે રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાત માટે આગામી 36 કલાક અતિભારે છે. રાજ્યના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, 12 જીલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

કચ્છ, બનાસકાંઠા, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. દાહોદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, પંચમહાલ, જૂનાગઢ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે. 28 જૂનના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 29 જૂનના રોજ નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, દમણ અને દાદરા અને નગર હવેલીમાં અતિ ભારેની આગાહી, કચ્છ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. 30 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ ખાબકશે.  દીવ, છોટા ઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

1 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 2 જુલાઈના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

3 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ,
વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.