Not Set/ આ છે દુનિયાના સર્વ શ્રેષ્ઠ ફૂટબોલર, રોનાલ્ડો અને મેસીને પણ પાડ્યા પાછળ

સામાન્ય રીતે ફૂટબોલનું નામ પડે એટલે મેસી કે રોનાલ્ડોને યાદ કરતા હોઇએ છીએ. ફૂટબોલ જગતનો સૌથી મોટો એવોર્ડ એટલે કે બૈલન ડી’ઓર મામલે અત્યાર સુધી લીયોનેલ મેસી અને રોનાલ્ડોનું નામ બોલાતું હતું. પરંતુ આ વર્ષે દુનિયાનો ટોપ ફૂટબોલર હોવાનો એવોર્ડમાં નવા ચહેરાએ બાજી મારી લીધી છે. આ ફૂટબોલર બીજું કોઈ નહી પરંતુ ક્રોએશિયા ટીમનો કેપ્ટન […]

Top Stories World Trending Sports

સામાન્ય રીતે ફૂટબોલનું નામ પડે એટલે મેસી કે રોનાલ્ડોને યાદ કરતા હોઇએ છીએ. ફૂટબોલ જગતનો સૌથી મોટો એવોર્ડ એટલે કે બૈલન ડી’ઓર મામલે અત્યાર સુધી લીયોનેલ મેસી અને રોનાલ્ડોનું નામ બોલાતું હતું.

Image result for luka modric

પરંતુ આ વર્ષે દુનિયાનો ટોપ ફૂટબોલર હોવાનો એવોર્ડમાં નવા ચહેરાએ બાજી મારી લીધી છે. આ ફૂટબોલર બીજું કોઈ નહી પરંતુ ક્રોએશિયા ટીમનો કેપ્ટન લુકા મોડ્રીક છે.

Image result for luka modric

૩૩  વર્ષીય લુકા મોડ્રીકની કેપ્ટન્સી હેઠળ આ વર્ષે ક્રોએશિયા ટીમ ફીફા વર્લ્ડ કપમાં ફાઈનલ સુધી પહોચી હતી.

Image result for luka modric

ક્રોએશિયા ટીમના ફાઈનલમાં પહોચવા પર તેણે દુનિયાને ચોંકાવી દીધી હતી. રીયલ મેડ્રિક ટીમને જીતાડવામાં પણ અહમ ભૂમિકા ભજવી છે.

Image result for luka modric

સોમવારે રાત્રે ફ્રાંસમાં યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન લુકા મોડ્રીકને આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ એ એવોર્ડ છે કે જેમાં છેલ્લા ૧૦ વર્ષોથી મેસી અને રોનાલ્ડોનું રાજ હતું. બને આ ટાઈટલ પાંચ વખત જીતી ગયા છે.

Image result for luka modric

આ એવોર્ડ જીત્યા બાદ લુકા મોડ્રીકે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૮ મારા માટે સપનું રહ્યું છે. મારા આખા કેરિયર મામલે મેં અનુભવ્યું કે આકરી મહેનત, વારંવાર કોશિશ અને પોઅના પર આત્મવિશ્વાસ રાખીને જીત સુધી પહોચી શકાય છે.

લુકા મોડ્રીક બાદ બીજા નંબર પર રોનાલ્ડો છે. જો આ વર્ષે પણ રોનાલ્ડો આ એવોર્ડ જીતી લેત તો એ તેમનો છઠ્ઠો એવોર્ડ હોત.