Not Set/ જસદણ પેટા ચૂંટણી : બાવળિયાને હરાવવા માટે સક્રિય થશે આ જુના સાથીદાર …

જસદણના જંગ પહેલા બંને પક્ષો પોતાની તમામ તાકાતો ચૂંટણી જીતવા માટે લગાવી રહ્યા છે. જસદણમાં 20 ડિસેમ્બરેવિધાનસભાનીc યોજાવવાની છે. પ્રતિષ્ઠાના જંગમાં કોંગ્રેસ દ્વારા બાહુબલી કુંવરજી બાવળીયા સામે અવસર નાકિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ત્યારે આ જંગમાં મંગળવારે મહત્વનો વળાંક આવ્યો છે. રાજકોટ કોંગ્રેસમાં મોટા નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચૂંટણીમાં અવસર નાકીયા માટે પ્રચાર કરવાના હોવાની ખબરો મળી રહી છે. જણાવી દઈએ […]

Top Stories Gujarat Others

જસદણના જંગ પહેલા બંને પક્ષો પોતાની તમામ તાકાતો ચૂંટણી જીતવા માટે લગાવી રહ્યા છે. જસદણમાં 20 ડિસેમ્બરેવિધાનસભાનીc યોજાવવાની છે. પ્રતિષ્ઠાના જંગમાં કોંગ્રેસ દ્વારા બાહુબલી કુંવરજી બાવળીયા સામે અવસર નાકિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

mantavyanews.com

ત્યારે આ જંગમાં મંગળવારે મહત્વનો વળાંક આવ્યો છે. રાજકોટ કોંગ્રેસમાં મોટા નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચૂંટણીમાં અવસર નાકીયા માટે પ્રચાર કરવાના હોવાની ખબરો મળી રહી છે. જણાવી દઈએ કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં નિષ્ક્રિય રહ્યા છે, પરંતુ ખાસ બાવળિયાને હરાવવા માટે તેઓ અવસર નાકીયા માટે પ્રચાર કરશે.

1985થી કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ બેઠક પર જીત મેળવતા કુંવરજી બાવળિયા માટે આ પ્રતિષ્ઠાનો જંગ બની ચુક્યો છે. બાવળીયાને મળેલું કેબિનેટ મંત્રીપદ પણ આ બેઠક પર તેમના પ્રભુત્વનું ફળ છે. કોંગ્રેસ માટે આ મતક્ષેત્ર બાવળિયાનો વ્યક્તિગત નહીં, પણ પક્ષનો ગઢ છે, તે પુરવાર કરવાની તક અને પડકાર બંને છે.