સમગ્ર વિશ્વમાં કોરોનનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે . જેમાં આ લોકોએ વેક્સિન લઈને સુરક્ષિત થયા હતા. ત્યારે હવે એવો જ એક નવો રોગ આવી રહ્યો છે . જેમાં વિશ્વમાં ઓમિક્રોનની એન્ટ્રીના તમામ દેશો કોરોના મામલે એલર્ટ થઇ ગયા છે,તેમજ દિવાળી પછી લોકોની બેદ્ર્કારીના ના લીધે કેસો માં સતત દિવસે ને દિવસે વધતાં જોવા મળી રહ્યા છે. કોરોના કેસ માં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે . સાથે કોરોનાના નવા વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1069કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,સરકારની ગાઇડલાઇન નેવે મુકી દીધી છે,જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1069કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 559કેસ વડોદરામાં 61, આણંદમાં 39કેસ, સુરતમાં 156 , રાજકોટમાં 41 કોરોનાના કેસ ખેડામાં 39 વલસાડમાં 21 અને નવસારીમાં 9 નોંધાયા છે .જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 103 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું છે .રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,32,311 પર પહોચ્યો છે . જયારેરાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,755ને આસપાસ થઈ છે
આ પણ વાંચો:Business / શું સરકાર 31 ડિસેમ્બરની રાત સુધી ટેક્સટાઇલ સેક્ટરના GST દર 5% રાખવાનો નિર્ણય લેશે?
PM નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ડર, મૂંઝવણ અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. તો સાથે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોને બૂસ્ટર ડોઝ આપવામાં અંગે પણ જણાવ્યું હતું . તેનું લોન્ચિંગ 10 જાન્યુઆરી, 2022થી શરૂ થશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગોથી પીડિત લોકોને પણ બૂસ્ટર ડોઝનો વિકલ્પ આપવામાં આવશે. તેઓ તેને ડોક્ટરની સલાહ પર લઈ શકે છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1069 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 559 કેસ
સુરતમાં 156 કેસ નોંધાયા
વડોદરામાં 61 કેસ રાજકોટમાં 41
આણંદમાં 39 ખેડામાં 39
વલસાડમાં 21 અને નવસારીમાં 9
છેલ્લા 24 કલાકમાં 103 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3927
રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મોત
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,32,311
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,755
રાજ્યમાં ઓમિક્રોનના નવા 23 કેસ
