Rajkot News/ રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા, પ્રથમ વખત પ્રિ-બોર્ડ એક્ઝામથી ભયમુક્ત વાતાવરણનો પ્રયાસ

ગુજરાત બોર્ડની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થશે. રાજકોટ જિલ્લામાં 76,612 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પ્રિ-બોર્ડ એક્ઝામ (Pre board exam) નું આયોજન.

Top Stories Gujarat Rajkot Breaking News
Pre board exam

Rajkot News:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ની ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)ની બોર્ડ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે. રાજકોટ જિલ્લામાં આ વર્ષે કુલ 76,612 વિદ્યાર્થીઓ (Students) આ પરીક્ષાઓ આપવાના છે, જેમાં ધોરણ 10ના 45,421, ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમના 7,984 અને સામાન્ય પ્રવાહના 23,207 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દીક્ષિત પટેલ અનુસાર , ધોરણ 12 સાયન્સની પરીક્ષા 16 માર્ચે પૂર્ણ થશે, જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 18 માર્ચ 2026 સુધી ચાલશે. આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ ચોરીમુક્ત અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

Pre board exam

‘પ્રિ-બોર્ડ એક્ઝામ’ (Pre board exam)થી વિદ્યાર્થીઓને થશે ફાયદો

બોર્ડ પરીક્ષાના તણાવને ઘટાડવા અને વિદ્યાર્થીઓને પરીક્ષાના માહોલથી પરિચિત કરાવવા માટે રાજકોટ જિલ્લામાં આ વર્ષે પ્રથમ વખત ‘પ્રિ-બોર્ડ એક્ઝામ’ (Pre board exam) નું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ ચાલુ માસમાં સ્કૂલોમાં લેવાતી પ્રિલિમિનરી પરીક્ષાઓને જ પ્રિ-બોર્ડ તરીકે ગણવામાં આવશે.દીક્ષિત પટેલે કહ્યું કે, “વિદ્યાર્થીઓ નિર્ભય અને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે આ પહેલ કરવામાં આવી છે.

Pre Board Exam

પ્રિ-બોર્ડ એક્ઝામ (Pre board exam) બોર્ડની પરીક્ષા જેવી જ રીતે લેવાશે સ્ક્વોડની વ્યવસ્થા, બારકોડ સ્ટીકર, નિયત સમય પહેલાં એન્ટ્રી, CCTV મોનિટરિંગ વગેરે સુવિધાઓ સાથે.”આ આયોજન માટે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ યુનિયન, સંચાલક મંડળ, શિક્ષક સંઘ અને આચાર્ય સંઘ સાથે બેઠકો યોજાઈ ચૂકી છે. આનાથી વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાના વાતાવરણનો અનુભવ મળશે અને તેઓ વધુ તૈયાર થઈને મુખ્ય પરીક્ષા આપી શકશે.બોર્ડની પરીક્ષાઓ ચોરીમુક્ત માહોલમાં યોજાય તે માટે GSEBની તમામ ગાઇડલાઇન્સનું કડક પાલન કરવામાં આવશે. સ્કૂલોમાં વધારાના ડિસ્ટર્બન્સ ન થાય અને વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વાતાવરણ મળે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :ધોરણ 10-12 બોર્ડ વિદ્યાર્થીઓને મોટી રાહત, પરીક્ષા ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો

આ પણ વાંચો :ગુજરાત બોર્ડની પરીક્ષાઓમાં મોટો ફેરફાર, ધુળેટી રજાની ભૂલ બાદ તારીખોમાં સુધારો કરાયો

આ પણ વાંચો :શિક્ષણ બોર્ડનો અંધેર વહીવટ : ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર