Jamnagar Girls Hostel Kidnapping :જામનગરના ધૂંવાવ વિસ્તારમાં આવેલ સતવારા સમાજના કન્યા છાત્રાલયમાંથી સગીરાનું અપહરણ (Kidnapping) થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે.
લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ (Kidnapping)
ફરિયાદ મુજબ, છાત્રાલયમાં રહેતી 14 વર્ષીય સગીરાને તેના જ સમાજના પરિચિત યુવકે સંબંધી હોવાનું કહી અપહરણ (Kidnapping) કર્યું હતું. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે.

પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ
સગીરાના પિતા જ્યારે છાત્રાલયમાં પુત્રીને મળવા ગયા ત્યારે તે ત્યાં હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે શંકા જતા પિતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી શરૂ કરી હતી.
આરોપી પરેશ સોનગરા ધરપકડ
પોલીસે તપાસના ભાગરૂપે સગીરાને શોધી કાઢી સુરક્ષિત રીતે પરિવારને સુપ્રત કરી છે. સાથે જ, અપહરણ માં સંડોવાયેલા ફરાર આરોપીની શોધખોળ હાથ ધરતા 21 વર્ષીય પરેશ સોનગરા નામના યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. આ ઘટનાએ છાત્રાલયની સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: સગીરાના અપહરણને 35 દિવસ, કાર્યવાહી નહીં: સુરતમાં પાટીદારોએ પોલીસ સ્ટેશન ઘેર્યું
આ પણ વાંચો: વિદેશમાં અપહરણનો વધુ એક કિસ્સો,જકાર્તામાં ફરવા ગયેલા ત્રણ ગુજરાતીઓ ફસાયા
આ પણ વાંચો: વડોદરામાં સ્પા વર્કર યુવતીનું અપહરણ : ગરમ ચપ્પુથી યુવતીને ડામ આપ્યા
