Breaking News:વિદેશમાં ગુજરાતીઓના અપહરણની ઘટના હજુ તાજી છે, ત્યારે જકાર્તા ફરવા ગયેલા ત્રણ ગુજરાતીઓનો કિસ્સો હવે સામે આવ્યો છે. શુક્રવારથી તેમને એક હોટલમાં રાખવામાં આવ્યા છે અને તેમના પરિવાર પાસેથી તેમની મુક્તિ માટે 18 લાખની ખંડણી માંગવામાં આવી છે. ત્રણેય અમદાવાદના છે.
અમદાવાદના (Ahmedabad) એક નિસર્ગ (નામ બદલવેલ) નામના યુવકે તાજેતરમાં લગ્ન કર્યા હતા. તે તેની પત્ની સાથે હનીમૂન માટે જકાર્તા (Jakarta) અને બાલી જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની સાથે બીજો એક યુવક પણ જોડાયો હતો. જકાર્તા જતા પહેલા, સૌમિલના મોટા ભાઈએ તેમને પ્રવીણ શર્મા નામના એજન્ટનો સંપર્ક નંબર આપ્યો હતો અને તેમને હોટલ બુક કરવા માટે મળવા કહ્યું હતું.
આ ત્રણેય લોકો 18મી તારીખે જકાર્તા એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમને 35 ડોલર માં વિઝા ઓન અરાઇવલ મેળવ્યા હતા. ત્યારબાદ એરપોર્ટથી (Airport) તેઓએ પ્રવીણ શર્માને ફોન કર્યો હતો જેણે તેમને હોટલની વિગતો મોકલી હતી. બાદમાં, તેઓ ટેક્સી દ્વારા હોટલ પહોંચ્યા. જ્યાં હોટલે તેમને ફક્ત એક જ રૂમ આપ્યો હતો. હોટલની સુવિધાઓ એકદમ નબળી હતી, તેથી તેઓએ પ્રવીણને બુધવારે હોટલ બદલવા કહ્યું. જ્યા પ્રવીણે તેમને બીજા રૂમમાં જવાની ઓફર કરી, પરંતુ હોટલ માલિકે બીજો રૂમ આપવાની ના પાડી દીધી.
આ ઘટના પછી ગુરુવારે, પ્રવીણ શર્મા અને ત્રણેય ગુજરાતીઓ મળ્યા હતા. જ્યા પ્રવીણે તેમને ઓસ્ટ્રેલિયા મોકલવાની ઓફર કરી હતી, પરંતુ આ ત્રણેયે ઓસ્ટ્રેલિયા જવાની ના પાડી દીધી હતી. ના પાડવા છતાં પ્રવીણે નકલી ઓસ્ટ્રેલિયન વિઝા બનાવીને વોટ્સએપ દ્વારા તેમને મોકલ્યા હતા.
આ બધી ઘટના બન્યા બાદ શુક્રવારે બપોરે 12 વાગ્યે, એક અજાણ્યો માણસ તેમની હોટલમાં આવ્યો અને ઇમિગ્રેશન અધિકારી હોવાનો દાવો કરીને ત્રણેયના પાસપોર્ટ માંગ્યા હતા. આ યુવક અને તેની પત્નીએ પાસપોર્ટ (Passport) તેમને સોંપી દીધા, પરંતુ સૌમિલે તે માણસને પૂછ્યું કે તેમને પાસપોર્ટની કેમ જરૂર છે. આ વસ્તુ થયા બાદ તેમની વચ્ચે દલીલ થઈ હતી, આ દલીલોએ ઝગડાનું સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે સૌમિલ હોટલ સિક્યોરિટીમાં ગયો અને પોલીસને બોલાવવાનું કહ્યું, પરંતુ તેને તેમ કરવાની ના પાડી દેવામાં આવી.
ત્યારબાદ તે માણસે નિસર્ગ અને તેની પત્નીના પાસપોર્ટ જપ્ત કર્યા અને બીજા લોકોને બોલાવી સૌમિલના હાથ બાંધ્યા અને ત્રણેયને જકાર્તા ઇમિગ્રેશન ઓફિસમાં લઈ ગયો. વિહિર (નામ બદલવેલ) અને તેની પત્નીને અલગ રાખવામાં આવ્યા, જ્યારે સૌમિલને લોકઅપમાં રાખવામાં આવ્યો. લોકઅપમાં સૌમિલને માર મારવામાં આવ્યો અને વીજળીનો કરંટ લગાવ્યો. ત્રણેયના મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા, અને પ્રવીણ શર્મા દ્વારા મોકલવામાં આવેલા નકલી ઓસ્ટ્રેલિયન વિઝા મળી આવ્યા હતા. તેથી, તેમની આ બાબત અંગે પૂછપરછ કરવામાં આવી હતી અને એક દસ્તાવેજ પર સહી કરાવવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ ઓસ્ટ્રેલિયા જવા માટે જકાર્તા આવ્યા હતા. લગભગ સાત કલાક સુધી રાખવામાં આવ્યા બાદ, તેમને એક હોટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
જ્યારે સૌમિલે તેના ભાઈ સાથે આ વિશે વાત કરી, ત્યારે તેને ખબર પડી કે પ્રવીણ શર્મા ખરેખર વોન્ટેડ હતો. તે જકાર્તામાં તેની સાથે બનેલી ઘટના પાછળ હતો. માહિતી અનુસાર પ્રવીણ શર્મા અને તેના સાથીઓએ વિહિર (નામ બદલવેલ), તેની પત્ની અને ભૂમિક (નામ બદલવેલ), ના પરિવાર પાસેથી તેમની મુક્તિ માટે 18 લાખ રૂપિયાની માંગણી કરી છે. આ સમગ્ર મામલો હવે જકાર્તામાં ભારતીય દૂતાવાસ સુધી પહોંચ્યો છે. સૌમિલના ભાઈએ શુક્રવારે ભારતીય દૂતાવાસને ઇમેઇલ કરીને ઘટનાની જાણ કરી હતી.
ભારતીય દૂતાવાસને ઇમેઇલ મારો ભાઈ અને તેના મિત્રો મંગળવારે પ્રવીણ શર્મા નામના એજન્ટ દ્વારા જકાર્તા પહોંચ્યા હતા. તેઓ એક હોટલમાં રોકાયા હતા, પરંતુ આજે એજન્ટે એક ઇમિગ્રેશન ઓફિસરને તેમની હોટલમાં મોકલ્યો. ઓફિસર તેમને ઉત્તર જકાર્તા સ્થિત ક્લાસ-1 ઇમિગ્રેશન ઓફિસમાં લઈ ગયો. હોટલ છોડતા પહેલા, મારા ભાઈએ મને તેનું લાઇવ લોકેશન મોકલ્યું. અમને મળેલી માહિતી અનુસાર, એજન્ટે મારા ભાઈ અને તેના મિત્રોને તેમના ફોન પર નકલી દસ્તાવેજો મોકલીને ફસાવ્યા. અમે સવારથી જ તેમને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. કૃપા કરીને અમારી મદદ કરો.
આ પણ વાંચો: ઇરાનમાં અપહૃત ચાર ગુજરાતીઓનો છૂટકારો, વતન પરત પહોંચ્યાં
આ પણ વાંચો: બારડોલીના વેપારી રાકેશ પટેલની અમેરિકામાં હત્યા, શું ગુજરાતીઓ માટે અમેરિકા ભારી પડે છે…..
આ પણ વાંચો:અમેરિકામાં સાત ગુજરાતીઓ પર એક કરોડ ડોલરનાં કૌભાંડનો આરોપ
