Not Set/ સુરત : રેપ કેસમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા કેવી રીતે તપાસ કરાઈ અને ગુથ્થી ઉકેલવામાં આવી, વાંચો સમગ્ર ઘટનાક્રમ વિગતવાર

સુરત, સુરતના પાંડેસરા સ્તિથ એક જીયાવ – બુડીયા નજીક ઝાડીમાંથી બાળકીના ક્ષત-વિક્ષિત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ૬ એપ્રિલના રોજ મળી આવેલા આ મૃતદેહના ૧૨થી વધુ દિવસો વીતી ગયા બાદ તેના પરિવાર અને આરોપીઓની કોઈ કડી હાથ જડી ન હતી. બીજી બાજુ આ દર્દનાક ઘટનાના આરોપીઓને ન શોધવમાં પોલીસને ધારી સફળતા ન મળતા રાજ્યમાં ઠેરઠેર […]

Gujarat

સુરત,

સુરતના પાંડેસરા સ્તિથ એક જીયાવ – બુડીયા નજીક ઝાડીમાંથી બાળકીના ક્ષત-વિક્ષિત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ૬ એપ્રિલના રોજ મળી આવેલા આ મૃતદેહના ૧૨થી વધુ દિવસો વીતી ગયા બાદ તેના પરિવાર અને આરોપીઓની કોઈ કડી હાથ જડી ન હતી.

બીજી બાજુ આ દર્દનાક ઘટનાના આરોપીઓને ન શોધવમાં પોલીસને ધારી સફળતા ન મળતા રાજ્યમાં ઠેરઠેર લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો હતો. જો કે ત્યારબાદ આ કેસની ગુથ્થી ઉકેલવામાં પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ સફળ રહી છે.

પોલીસ દ્વારા આ બાળકીના રેપના આરોપી હર્ષ સાંઈ ગુર્જરની રાજસ્થાનથી ધરપકડ કરી હતી.  ત્યારબાદ હાથ ધરાયેલી પુછપરછમાં આરોપીએ કબુલ્યું હતું કે, “બાળકીની માતા ગુમ થયા બાદ બાળકીને પોતાની સાથે રાખી એ મુદ્દે ઘરમાં ઝઘડો થયા કરતો હતો. ત્યારે આ બાળકીને કઈ જગ્યા પર રાખવી એ સવાલો જવાબ ન મળતા આખરે તેની હત્યા કરી નાખી હતી”.

પરંતુ રાજ્યમાં લોકોના ગુસ્સા વચ્ચે પોલીસ દ્વારા કઈ રીતે કામ પાર પાડવામાં આવ્યું ?

સુરત રેપ કેસમાં કોઈ કડી હાથ ન જડતા DGPએ ગઠિત કરી ક્રાઇમબ્રાંચની બે ટીમ

આજથી લગભગ ૧૭ દિવસ પહેલા સુરતથી મળી આવેલી બાળકીના આરોપી અને પરિવારજનો શોધવા માટે ગુજરાત પોલીસ પર દબાણ ખૂબ વધી રહ્યું હતું. આ ઘટનાને ૧૦થી વધુ દિવસ થઈ ગયા છતાં પોલીસને ધારી સફળતા ન મળતા રાજ્યમાં ઠેરઠેર લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો હતો. આ સમયમાં ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝાએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને આ તપાસમાં જોડાવા આદેશ કર્યો હતો. પોતાની ટેક્નિકલ રીતે ખૂબ આધુનિક ગણતી અમદાવાદ ક્રાઇમ બ્રાંચની બે ટીમ ૧૫ એપ્રિલના રોજ સુરત રવાના થઈ હતી.

એડી.DCP રાજદીપસિંહ ઝાલા અને DCP દીપેન ભદ્રનના સુપરવિઝન હેઠળ કામ કરતીહતી ક્રાઈમ બ્રાંચની ટીમ

આ ટીમમાં PI કે.જી. ચૌધરી, વી.કે. મલ્હોત્રા, જયેશ ચાવડા, ભાવેશ રોજીયા, રાજેશ સુવેરા તેમજ PSI એ.પી. ચૌધરી, કે.આઈ. જાડેજા, કે.ડી. જાડેજા, બી.એચ. કોરાટ અને દિલિપ ઠાકોર સામેલ હતા. આ ટીમ એડી.DCP રાજદીપસિંહ ઝાલા અને DCP દીપેન ભદ્રનના સુપરવિઝન હેઠળ કામ કરતી હતી. જે CCTV ફૂટેજથી લઈને મોબાઈલ ટ્રેકિંગ સુધીની તમામ ટેક્નિકલ સહાય પૂરી પાડતા હતા.

આ અંગે જણાવતા પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘આ ઘટનાના આટલા દિવસો પછી CCTV ફૂટેજના આધારે આરોપીઓને શોધી કાઢવા ખૂબ અઘરું કામ હતું. અમે ઘટનાસ્થળની આસપાસની જુદી જુદી જગ્યાના ૭ કલાકના CCTV ફૂટેજ તપાસી રહ્યા હતા જાણે કે ઘાસના ગંજીપામાંથી સોઇ શોધવી એવું આ કામ હતું”.

CCTV ફૂટેજમાં ૫૫ સેકન્ડ જોવામાં આવી શંકાસ્પદ કારની હિલચાલ

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “ક્રાઈમ બ્રાન્ચની ટીમને એક ફૂટેજમાં શંકા ત્યારે ઉપજી જયારે આ બનાવની રાતે ઘટનાસ્થળ નજીક પસાર થતી એક કારની બ્રેક લાઇટ દેખાઈ હતી. આ ફૂટેજમાં કાર આગળ વધીને ૫૫ સેકન્ડ દેખાઈ બાદમાં કેમેરાના કવરેજથી દૂર થઈ ગઈ હતી. પરંતુ પોલીસની ટીમ દ્વારા આ સમયની આસપાસ આ રોડને જોડતા તમામ રસ્તાઓ અને શેરીઓ પરના CCTV ફૂટેજ ભેગા કર્યા અને અલગ અલગ ટીમ આ કારને શોધવાનું મિશન શરુ કર્યું. જેમાં અમને સફળતા મળીને દેખાયું કે એક બ્લેક કલરની હેચબેક કાર છે જેની હિલચાલ શંકાસ્પદ લાગી હતી”.

CCTVમાં એક બ્લેક કલરની હેચબેક કાર જોવામાં આવી અને તપાસ હાથ ધરાઈ

“જો કે ત્યારબાદ હવે આ કેસની તપાસમાં સમસ્યા એ હતી કે, આ હેચબેક બ્લેક કલરની કાર તો શહેરમાં ઘણી હોઈ શકે છે. જે બાદ અમે અનેક ટીમ બનાવી એ દિશામાં તપાસ શરુ કરી કે શહેરના દરેક વિસ્તારમાંથી આવી કઈ કાર તે દિવસે આ વિસ્તારમાં ફરતી હતી અને તે તપાસ અમને આરોપીઓની કાર સુધી લઈ ગઈ. પોલીસે આવી કેટલીક કાર્સ અંગે માહિતી એકઠી કરી જે રાતના સમયે આ વિસ્તારની આસપાસ હોય”.

“આ દરમિયાન અમને માહિતી મળી કે, આ પ્રકારની એક શંકાસ્પદ કાર ઘટનાના બે દિવસ બાદથી જ ગાયબ થઈ ગઈ છે. આ કારણે શંકા ઉપજ્યાં બાદ અમે તેના માલિક અંગે માહિતી મેળવી જેણે આ કાર તેના ભાડુઆતને વેચી દીધી હતી”.

“પોલીસે ગાડીની ઓળખ માટે ઓટોમોબાઇલ નિષ્ણાંતોની મદદ લીધી હતી. દુષ્કર્મ-હત્યા મામલે જે કાર વપરાઈ હતી તેના સીસીટીવી ફૂટેજમાં સ્પાર્ક કારનો ઉપયોગ કરાયો હોવાનું બહાર આવ્યું હતું”.

કારના માલિકને લોન આપનાર ફાઈનાન્સર દ્વારા મળ્યું સાચું એડ્રેસ

“CCTV ફૂટેજથી કારનો નંબર મળ્યા બાદ RTOમાંથી રજીસ્ટ્રેશનનું સરનામું મેળવી પોલીસે ત્યાં પહોંચી હતી. જોકે તપાસ કરતા સરનામું ખોટું હોવાનું જાણવા મળ્યું. જોકે પોલીસે આ કારના બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા જેમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વેળા લોન લેવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે લોન આપનાર ફાઈનાન્સરની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે કાર માલિકનું સાચું એડ્રેસ મેળવ્યું હતું.

ઘનિષ્ઠ તપાસમાં મુખ્ય આરોપી રાજસ્થાનના સવાઈ માધોપુરનો રહેવાસી હોવાનું આવ્યું સામે

પોલીસે કાર માલિકની ઓળખને બહાર નથી પાડી. પરંતુ મુખ્ય આરોપી રાજસ્થાનના સવાઈ માધોપુરમાં રહેનાર હર્ષ સાંઈ ગુર્જરના રૂપમાં કરવામાં આવી હતી. પત્નીના ઝગડાનાથી કંટાળી આરોપી હર્ષ ગુર્જરે પોતાના ભાઈ સાથે મળીને બાળકીની હત્યા કરી. જેના બાદ પોતાના મિત્રની સ્પાર્ક ગાડી માંગી. જેમાં મુકીને બાળકીની લાશને પાંડેસર વિસ્તારમાં ફેંકી દીધી. આ ઘટના પછી આરોપી સવાઈ માધોપુરમાં જ સંતાઈ ગયો હતો.

આ દરમિયાન કારના ભાડુઆતે પોલીસ સામે કબૂલાત કરી હતી કે, “હરસાઇ ગુર્જર કે જે આ પીશાચી કાંડનો મુખ્ય આરોપી છે તેણે આ કાર વેચી હતી. પરંતુ ૫ એપ્રિલની રાતે ગુર્જર તેની જાણ બહાર કાર લઈ ગયો હતો”.

આરોપીની રાજસ્થાનથી કરી ધરપકડ

“ત્યારબાદ એક પોલીસ ટીમ પીડિતાના ફોટો સાથે ગુર્જર જ્યાં રહેતો હતો ત્યાં પહોંચી હતી. જોકે પોલીસની કાર્યવાહીની ગંધ આવી જતા હરસાઇ ગુર્જર સુરતથી રાજસ્થાન ભાગી ગયો હતો. જો કે ત્યારબાદ તેની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી”.

હર્ષ સાંઈ ગુર્જરની રાજસ્થાનથી ધરપકડ કર્યાં બાદ હાથ ધરાયેલી પુછપરછમાં આરોપીએ કબુલ્યું હતું કે, “બાળકીની માતા ગુમ થયા બાદ બાળકીને પોતાની સાથે રાખી એ મુદ્દે ઘરમાં ઝઘડો થયા કરતો હતો. ત્યારે આ બાળકીને કઈ જગ્યા પર રાખવી એ સવાલો જવાબ ન મળતા આખરે તેની હત્યા કરી નાખી હતી”.