Gujarat/ સિંહે પાલતુ પશુનું મારણ કર્યું તો આધેડ વ્યક્તિ પર દિપડાએ કર્યો હિસંક હુમલો

રાજ્યમાં જંગલી પશુઓના રહેણાક વિસ્તારમાં ઘૂસવાની અને હુમલા કરવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat Others

ગુજરાતનાં હરણફાળ વિકાસ વચ્ચે ગુજરાતનાં જંગલોમાંથી રાની પશુઓ પણ પોતાનો વિસ્તાર જાણે વિકસાવી રહ્યા હોય તેવી ઘટનાઓ છેલ્લા લાંબા સમયથી નોંધવામાં આવી રહી છે. ક્યારે સિંહો ગીરનું જંગલ છોડી રહેણાંક હદમાં પહોંચી જાય છે અને રસ્તે ચાલતા અનેક મારણો કરતા જાય છે, તો ક્યારેક દીપડા લોકોને ફાડી ખાય છે અને ક્યારેક પાલતુ પશુઓનો શિકાર કરી મારી નાખે છે. આવા જ ત્રણ કિસ્સા રાજ્યનાં જુદા જુદા વિસ્તારોમાં ફરી એક વખત નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં જંગલી પશુઓના રહેણાક વિસ્તારમાં ઘૂસવાની અને હુમલા કરવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ત્રણ  જુદીજુદી ઘટનાઓમાં સિંહ અને દીપડાએ રહેણાંક વિસ્તારમાં ઘૂસીને હિંસક હુમલા કર્યા છે.

How we arrived at a $1 billion annual price tag to save Africa's lions

ગીર સોમનાથ 

ગીર સોમનાથ જીલ્લામાં ગીર જંગલ બોર્ડરને અડી ને આવેલ વિસ્તારમાં રાત્રિના સમયે ડાલામથા સિંહે ગામમાં ધુસી પશુનું મારણ કર્યું હતું. જેને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે જંગલ બોર્ડર નજીક આવેલ ગામોમાં શિકારની શોધમાં રાની પશુઓ અવાર નવાર ચડી આવતાં હોય છે.  અને હિંસક હુમલા કરતાં હોય છે. ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને થતા ફોરેસ્ટ વિભાગ ને અધિકારીઓ ઘટના ઘટના સથળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

છોટાઉદેપુરના પાવી-જેતપુરમાં આદમખોર દીપડાનો આતંક, બે લોકો પર કર્યો હુમલો - GSTV

દાહોદ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજોઈ ગામે આધેડ વ્યક્તિ પર દિપડાએ હિંસક હુમલો કર્યો હતો. કુદરતી હાજતે ઘર બહાર જતા દિપડાએ હુમલો કર્યો હતો. 53 વર્ષીય નાનાભાઈ મોહનીયાને દિપડાએ મોઢાના ભાગે તેમજ હાથ ના ભાગે બચકા ભરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. દીપડાએ હુમલો કરતા નાનાભાઈ મોહનીયા એ બુમાબુમ કરતા આસ પાસના લોકો દોડી આવ્યા હતા. અને લોકોની ભીડ જોઈને દિપડો જંગલ તરફ ભાગ્યો હતો. ઈજાગ્રસ્ત આધેડ ને 108 એમ્બ્યુલન્સ ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને થતા ફોરેસ્ટ વિભાગ ને અધિકારીઓ ઘટના ઘટના સથળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ

જૂનાગઢના કેવદ્રા ગામે પણ દીપડાએ પાલતું  પશુનું મારણ કર્યું છે. દીપડાએ વાછરડીનું મારણ કરતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગને જાણ થતા અધિકારી ગામે દોડી આવ્યા હતા. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરુ મુકાયું છે.

 

હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો

ફરી કુદરતના ખોળે / સોહામણું શ્યામશિર ટપુશીયુ સુગરીના વપરાઈ ગયેલા માળામાં પોતાના ઈંડા મૂકે છે….

હિન્દુ ધર્મ / મૃત શરીરને અગ્નિ દાહ આપીએ છીએ, અને બીજી બાજુ  મૃત પ્રાણી શરીરને રસોડે લઈ જઈ આરોગીએ છીએ, જાણો શું કહે છે શાસ્ત્રો..?

હિન્દુ ધર્મ / આ નાનકડા ઉપાયથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે સાથે રોગનું જોખમ પણ ઘટે છે, આવો જાણીએ