Ahmedabad News : ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટસ દ્વારા આરોપીઓ સાથે ભેગા મળીને beneficiary.nha.gov.in ની ટેક્નિકલ ખામીનો દુરૂપયોગ કરીને વેબસાઈટ પર જઈને ત્યાં SOURCE CODE સાથે ચેડા કરીને તેમજ masterprintcard.shop, shaapprovalporatal.in, goldcardprint.in નામના પોર્ટલ દ્વારા આર્થિક લાભ લેવા માટે આયુષ્યમાન કાર્ડ બનાવ્યા હતા. આ સંદર્ભે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો.
આ કેસમાં અગાઉ નિમેશ ડી.ડોડીયા, મોહમ્મદફઝલ મોહમ્મદઅસ્લમ શેખ, મોહમ્મદઅસ્પાક મોહમ્મદઅકરમ શેખ, નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ઈમ્તિયાઝ કે.હવેજ, ઈમરાન જે.કારીગર વગેરેની 17-12-24ના રોજ ધરપકડ કરતા તેમને 21-12-24 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળ્યા હતા.
આ રિમાન્ડ હેઠળના આરોપીઓ પૈકી નિમેશ ડોડીયા અને મોબમ્મદફઝલ શેખની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ વોટ્સએપ ગ્રુપના આયુષ્યમાન ભારત ગ્રુપ થકી પીએમજેવાય ઓફિસ ગાંધીનગરના મિલાપ પટેલના સંપર્કમાં આવ્યા હતા. મિલાપ પટેલ તેના અધિકારી ડો.શૈલેષ એ.આનંદની સુચનાથી જોડાયો હતો. તેમની પાસે લેવલ-1ની આઈડી હોવાથી તેને આધારે 80 ટકાથી નીચે સ્કોર આવતા લાભાર્થીના કેવાયસી રૂપિયા લઈ કરી આપતા હતા અને ખ્યાતિ હોસ્પિટલના ચિરાગ રાજપુત પણ ઘણા બધા કેવાયસી ડો.શૈલેષ આનંદને મોકલતા આ કેવાયસી રેફરન્સ આઈડીની એપ્રુવલ મિલાપ પટેલ તેની આઈડીથી કરી આપતો હતો.
તે ચિરાગ રાજપુત પાસેથી પણ રૂપિયા લેતો હોવાનું નિલાપ પટેલના મોબાઈલ ફોનમાં તેઓ વોટ્સએપમાં આયુષ્યમાન ભારત ગ્રુપમાં જોઈન હોવાનું જણાઈ આવ્યું હતું.તેમજ આરોપી નિખીલ ઘનશ્યામબાઈ પારેખ એન્સર કંપનીના ગુજરાતના હેડ જીતેન્દ્ર કહાર પાસેતી લેવલ-1ની આઈડી મેળવી ઘણા લોકોને 80 ટકાથી નીચે સ્કોર આવતા હોય તેમના કેવાયસી એપ્રુવલ કરી રૂપિયા મેળવતો હતો. અગાઉ પકડાયેલ આરોપી નરેન્દ્રસિંહ ગોહિલને પણ તેણે જીતેન્દ્ર કહાર પાસેથી લેવલ-1ની આઈડી રૂ.15,000 લઈને માસિક ભાડુ 8થી 10 હજારથી આપેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસે આરોપી નિખીલ પારેખ, શૈલેષ આનંદ, નિલાપ પટેલની અટક કરીને કોર્ટમાં હાજર કરાતા તેમને 30.12.24 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળ્યા છે.
આ પણ વાંચો: જમીનના કૌભાંડમાં ભૂમાફિયા કાર્તિક પટેલને બચાવવા ભ્રષ્ટ સરકારી બાબુઓ સક્રિય
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળિયાની ધરપકડ
આ પણ વાંચો: ગુજરાતમાં PM-JAY ખાનગી હોસ્પિટલો માટે દૂઝણી ગાય, ત્રણ વર્ષમાં કરાવી 7,874 કરોડ રૂપિયાની કમાણી
