Not Set/ કાશ્મીર : જનજીવન ધબકતું થયું, સ્કૂલ-કોલેજ ખુલ્યાં, પ્રવાસનને અપાઇ છુટ, BDCની ચૂંટણીનો ઘમઘમાટ શરૂ અને નેતાઓ થઇ રહ્યા છે મુક્ત

આર્ટિકલ 370 મામલે પાકિસ્તાન અને વિપક્ષો સહિતનાં અનેક લોકો દ્વારા કાશ્મીર મામલે કરવામાં આવેલી અને આવી રહેલી તમામ વાતો વચ્ચે કાશ્મીરનું જનજીવન ફરી ઘબકતું જોવા મળી રહ્યું છે. ગઇકાલે કાશ્મીરનાં રાજ્યપાલ દ્વારા કાશ્મીર વેલીમાં પ્રવાસનને પણ મંજૂરી આપી દેવાની સાથે સાથે પ્રવાસીઓને સુરક્ષાની પણ ખાતરી આપવામાં આવી હતી. તો સાથે સાથે કાશ્મીરની મોટા ભાગની સ્કૂલો […]

Top Stories India

આર્ટિકલ 370 મામલે પાકિસ્તાન અને વિપક્ષો સહિતનાં અનેક લોકો દ્વારા કાશ્મીર મામલે કરવામાં આવેલી અને આવી રહેલી તમામ વાતો વચ્ચે કાશ્મીરનું જનજીવન ફરી ઘબકતું જોવા મળી રહ્યું છે. ગઇકાલે કાશ્મીરનાં રાજ્યપાલ દ્વારા કાશ્મીર વેલીમાં પ્રવાસનને પણ મંજૂરી આપી દેવાની સાથે સાથે પ્રવાસીઓને સુરક્ષાની પણ ખાતરી આપવામાં આવી હતી. તો સાથે સાથે કાશ્મીરની મોટા ભાગની સ્કૂલો અને કોલેજો ફરી વિદ્યાર્થીઓથી ઉભરાતી થઇ ગઇ છે.

આપણ વાંચો : કાશ્મીરનો વિકાસ એવો થશે કે PoKનાં લોકો ખુદ ભારતમાં આવી જશે : સત્યપાલનો સટીક પ્રહાર

કહેવાતા કાશ્મીરનાં હિત રક્ષક અલગતાવાદી નેતાઓને પણ સરકાર દ્વારા તબ્બકાવાર મુક્ત કરવામાં આવી રહ્યા છે. આજે પણ આ કવાયતનાં ભાગરૂપે આજે પણ 3 કાશ્મીરી નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, યાવર મીર, નૂર મોહમ્મદ અને શોએબ લોનને મુક્ત કરવામાં આવ્યા છે, તેમની અટકાયત સમાપ્ત કરવામાં આવી છે. તો પૂર્વે પણ સરકાર દ્વારા ઇમરાન અન્સારી અને સૈયદ અખૂનને આરોગ્યનાં કારણોસર નજરબંધી માથી મુક્તી આપી દેવામાં આવી હતી.

આપણ વાંચો : પૃથ્વી પરનું સ્વર્ગ કાશ્મીર પ્રવાસીઓથી ફરી ખીલી ઊઠશે, સરકારે આપી પ્રવાસનની છુટ

એ વાત અલગ છે કે, હાલ પણ કાશ્મીરનાં ત્રણ પૂર્વ મુખ્ય પ્રધાનો ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને અટકાયતમાં રાખવામાં આવ્યા છે. જો કે, હવે તેમને તેનાં પક્ષનાં પ્રતિનીધી મંડળો મળી શકે તેવી સુવિધા પણ આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, કાશ્મીરનાં વાતાવરણમાં કલેશ ન જન્મે તેવા હેતુ સાથે જ આ નેતાઓને અટકાયતમાં રાખવામા આવેલા છે. જેમ જેમ પરિસ્થિતિ સાનુકુળ જણાતી જશે તમામ નેતાને મુક્ત કરી દોવામાં આવશે.

હાલ કાશ્મીરમાં  24 ઓક્ટોબરે બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલની – BDCની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. ત્યારે તમામ વાતો વચ્ચે યોજાનારી આગામી બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલની – BDCની ચૂંટણીઓ માટે તમામ પક્ષો દ્વારા પોત પોતાના ઉમેદવારોએ ગઈકાલે નામાંકન પત્રકો દાખલ કર્યા હતા..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.