ઉન્નાવના હસનગંજ કોતવાલી વિસ્તારમાં લખનૌ- આગ્રા એક્સપ્રેસ વે પર અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં કન્ટેનર અને સફારી કાર વચ્ચે અથડાવાને કારણે કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કારમાં સવાર યુવકો જયપુરથી બિહાર જઈ રહ્યા હતા. હાલ પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
childhood friend/ PM મોદીના મુસ્લિમ મિત્ર અબ્બાસ હાલ ક્યાં છે,જાણો તેમના વિશેની વિગતો
ઘટનાની જાણ થતાં પોલીસ અને યુપીડીએની ટીમે વાહનમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે તમામ મૃતદેહોને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.પોલીસે અકસ્માત અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરી છે.ચાર લોકોના મોત થયા છે અને બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે.
