Rajkot News/ રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત,બસ પર પથ્થરમારો, ડ્રાઇવર ઘાયલ

જૂનાગઢથી સુરત જતી 6થી 7 બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન એક બસ ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત રહેતાં ફરી એકવાર નાગરિકો દહેશતમાં મુકાયા છે. જૂના માર્કેટિંગ યાર્ડ પાસે લુખ્ખા તત્વોએ બસ પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

માહિતી મુજબ, જૂનાગઢથી સુરત જતી 6થી 7 બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન એક બસ ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો. તેને તાત્કાલિક 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પથ્થરમારા કારણે બસોમાં મુસાફરી કરતાં યાત્રીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ બનાવને કારણે જૂના માર્કેટિંગ યાર્ડ વિસ્તાર પાસે ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. લોકો પોતાના વાહનો સાથે લાંબા સમય સુધી અટવાઈ રહ્યા હતા.

પોલીસે ઘટનાની ગંભીરતા સમજતાં તપાસ હાથ ધરી છે અને પથ્થરમારો કરનારા અસામાજિક તત્વોને ઝડપવા પ્રયાસો ચાલુ કરાયા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત ખૂંટ આત્મહત્યા સગીરાનો ઘટસ્ફોટઃ જયરાજના દબાણથી અનિરુદ્ધ રાજદીપનું નામ લીધું

આ પણ વાંચો:રાજકોટ: અમિત ખૂંટ આપઘાત કેસમાં સગીરાએ 28 સામે ફરિયાદ નોંધાવી

આ પણ વાંચો:રાજકોટમાં રીબડા ગામે અમિત ખૂંટની આત્મહત્યાના વિવાદે વેગ પકડ્યો