Not Set/ અરવલ્લી/ અમદાવાદ-ઉદેપુર હાઇવે પર માર્ગ અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓનાં મોત

ગુજરાતનાં રોડ ફરી રક્ત રંજીત થયા છે. ફરી એક માર્ગ અકસ્માતમાં 4 લોકોનો ભોગ લેવાયો છે. અમદાવાદ-ઉદેપુર હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. અકસ્માત ટ્રકે અને રીક્ષા વચ્ચે સર્જાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. #Aravalli: અમદાવાદ-ઉદેપુર હાઇવે પર અકસ્માતમાર્ગ અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓના મોત ટ્રકે મુસાફરો ભરેલી […]

Top Stories Gujarat Others

ગુજરાતનાં રોડ ફરી રક્ત રંજીત થયા છે. ફરી એક માર્ગ અકસ્માતમાં 4 લોકોનો ભોગ લેવાયો છે. અમદાવાદ-ઉદેપુર હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. અકસ્માત ટ્રકે અને રીક્ષા વચ્ચે સર્જાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

મુસાફરોથી ભરેલી રીક્ષાને ટ્રકે અડફેટે લેતા આ ગમખ્વાર અકસ્માતમાં શામળાજીથી દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓનો ભોગ લેવાયો છે. રીક્ષા-ટ્રક વચ્ચેનાં આ અકસ્માતમાં 4 લોકોનાં માત થયા છે તો 6થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘવાયા હતા. તમામ ઘાયલોને હિંમતનગરની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ મૃતકો અને ઘાયલો તલોદનાં ગઢી ગામના વતની હોવાનું સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન