Not Set/ પિતાએ ગુસ્સામાં કહ્યું અંદરો અંદર મરી જાઓ, બાળકે કાપી નાખ્યું માસૂમનું ગળું

બિહાર, બિહારમાં અતિ ભયંકર ઘટના ઘટી છે. અરરિયા જીલ્લામાં બે બાળકોના ઝગડામાં એકની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ઘટવાથી વિસ્તારના લોકો સ્તબ્ધ છે. સાથે જ લોકોમાં એ વાતની ચિંતા છે કે બાળકોમાં આટલી આક્રમકતા કેવી રીતે આવી. પોલીસે પરિવારના લોકો સાથે વાતચીતના આધારે કહ્યું છે કે છેલ્લા બે દિવસથી બંને બાળકો ઝગડો […]

Top Stories India

બિહાર,

બિહારમાં અતિ ભયંકર ઘટના ઘટી છે. અરરિયા જીલ્લામાં બે બાળકોના ઝગડામાં એકની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ઘટવાથી વિસ્તારના લોકો સ્તબ્ધ છે. સાથે જ લોકોમાં એ વાતની ચિંતા છે કે બાળકોમાં આટલી આક્રમકતા કેવી રીતે આવી. પોલીસે પરિવારના લોકો સાથે વાતચીતના આધારે કહ્યું છે કે છેલ્લા બે દિવસથી બંને બાળકો ઝગડો કરી રહ્યા હતા.ત્યારે એમના પિતાએ ગુસ્સામાં આવીને કહ્યું કે તમે બંને આપસમાં મરી જાઓ. પિતાની આ વાત બંને બાળકોના મનમાં ક્યારે બેસી ગઈ, એ પરિવારજનોને ખબર જ ના પડી.

અરરિયા જિલ્લના કુર્સાકાંટા પોલીસ સ્ટેશન વિસ્તારના ખાજુરવાડીમાં 12 વર્ષના બાળકે 10 વર્ષના બાળકની ગળું કાપીને હત્યા કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને બાળકો આજુ-બાજુમાં જ રહેતા હતા. એક બાળકે શાકભાજી સમારવાના ચાકુથી બીજા બાળકનું ગળું કાપી નાખ્યું હતું.

સ્થાનિક લોકોએ આરોપી બાળકને પોલીસના હવાલે કરી દીધો છે. પકડાયેલા બાળકે આરોપી બાળક પિતા દ્વારા કહેવામાં આવેલી વાત પોલીસને કહી હતી. ઘટનાની સુચના મળતા જ એસડીપી કુમાર દેવેન્દ્ર સિંહના નિર્દેશ પર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને મામલાની તપાસમાં જોડાઈ ગઈ હતી.

 

આરોપી બાળકને પણ પોલીસે કબજામાં લઇ લીધો છે. અને મૃત બાળકનું શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. મૃતક બાળકના પિતા અને આરોપી બાળકના પિતા વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. પોલીસે આ મામલામાં બાળક સહીત ચાર લોકો સામે એફઆઈઆર દખલ કરી છે.