Not Set/ દુષ્કર્મના ઇરાદે 5 વર્ષની બાળકીને ઉઠાવી લીધી, બાળકી ચીસો પાડી રડતાં હત્યા કરી નાંખી

મોરબી, મોરબીના લખધીરપુર રોડ પર બાળકીની નિર્મમ હત્યા મામલે ચોકાવનારો ખુલાસો થયો છે જેમાં કારખાનામાં  મજુરી કરતા એક યુવકે બાળકીનું દુષ્કર્મના ઈરાદે અપહરણ કર્યું હતું. જોકે બાળકી રડવા લાગતા ભાંડો ફૂટી જશે તેવા ભયથી તેની હત્યા નીપજાવી હોવાનું ચોકાવનારો ખુલાસો થયો છે. મોરબીના લખધીરપુર રોડ પરના મેટ્રો પોલ સિરામિક કારખાનામાં મજુરી કરતા બલરામ આદિવાસીની પાંચ […]

Gujarat

મોરબી,

મોરબીના લખધીરપુર રોડ પર બાળકીની નિર્મમ હત્યા મામલે ચોકાવનારો ખુલાસો થયો છે જેમાં કારખાનામાં  મજુરી કરતા એક યુવકે બાળકીનું દુષ્કર્મના ઈરાદે અપહરણ કર્યું હતું. જોકે બાળકી રડવા લાગતા ભાંડો ફૂટી જશે તેવા ભયથી તેની હત્યા નીપજાવી હોવાનું ચોકાવનારો ખુલાસો થયો છે.

મોરબીના લખધીરપુર રોડ પરના મેટ્રો પોલ સિરામિક કારખાનામાં મજુરી કરતા બલરામ આદિવાસીની પાંચ વર્ષની દીકરીની હત્યા કરવામાં આવી હતી.બાળકીનો મૃતદેહ તે રહેતી હતી તેની બાજુની ઓરડીમાંથી જ મળી આવ્યો હતો.

બાળકીનો મૃતદેહ મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમે તપાસ ચલાવી હતી જેમાં કારખાનામાં જ મજુરી કરતા 24 વર્ષના અતુલ રામાનારાયણ નિશાદની અટકાયત કરવામાં આવી હતી.પોલિસની પુછપરછમાં અતુલે બાળકીને દુષ્કર્મના ઇરાદે મારી નાંખી હોવાનું કબુલ કર્યુ હતું.હત્યા બાદ અતુલ ગાયબ થઇ ગયો હતો.

મુળ ઉત્તરપ્રદેશના રહેવાસી આરોપી ટ્રેનમાં વાંકાનેર આવ્યો હોવાની માહિતી મળતા એલસીબી ટીમ અને વાંકાનેર તાલુકા પોલીસે વોચ ગોઠવીને આરોપીને દબોચી લીધો હતો અને આરોપીના રિમાન્ડ મેળવવા વધુ પૂછરપછ ચલાવી છે. રિમાન્ડમાં  અતુલની પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થયા છે જેમાં તેણે બાળકી સાથે બદકામ કરવાના ઈરાદે નીંદરમાંથી તેનું અપહરણ કરી ઓરડીમાં લઇ ગયો હતો.જો કે બાળકી રડવા લાગતા ચુપ કરાવવાની કોશિશ કરી હતી જોકે બાળકી વધુ રડવા લાગતા ભાંડો ફૂટી જશે તેવા ભયથી તેનું કાસળ કાઢી નાખ્યાનો ખુલાસો થયો છે.