Not Set/ મહિલાને માર મારતો આ વીડિયો તમારા હોશ ઉડાવી દેશે, જુઓ Video

આપણા દેશમાં મહિલાઓ પર અત્યાચારનાં કિસ્સા કોઇ નવા નથી. અવાર-નવાર આપણને દેશનાં કોઇને કોઇ વિસ્તારમાંથી મહિલા પર અત્યાચાાર થઇ રહ્યો હોય તેવા સમાચાર મળતા રહે છે.

Top Stories Gujarat Others
  • મહિલા પર અત્યાચારનો વધુ એક વીડિયો આવ્યો સામે
  • વાયરલ થયેલો વીડિયો સામે આવતા ચકચાર
  • પુત્રવધુને સાસુ-નણંદ-સસરાએ માર માર્યાનો વીડિયો
  • કયાં કારણોસર પુત્રવધુને માર મરાયો તેનું રહસ્ય અકબંધ
  • મહિલા સુરક્ષાની સરકાર-સમાજની વાતો પર ઉઠયા સવાલ
  • પથ્થર માથા પર મારી પુત્રવધુને ઘાયલ કરતાં કાળજું કંપાવતા દ્રશ્યો
  • વીડિયો પ્રાથમિક દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લાનો હોવાનું અનુમાન
  • મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું

આપણા દેશમાં મહિલાઓ પર અત્યાચારનાં કિસ્સા કોઇ નવા નથી. અવાર-નવાર આપણને દેશનાં કોઇને કોઇ વિસ્તારમાંથી મહિલા પર અત્યાચાાર થઇ રહ્યો હોય તેવા સમાચાર મળતા રહે છે. ત્યારે આજે વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જ્યા ગુજરાતનાં બનાસકાંઠામાં મહિલાને તેનાા જ સાસરીયા પક્ષનાં લોકોએ માર માર્યો છે.

નોટિસ / સદીનાં મહાનાયકનાં ઘરની તૂટશે દિવાલ, શું કરશે બોલિવૂડનાં સરકાર?

આપને જણાવી દઇએ કે, તાજેતરમાં બનાસકાંઠામાં મહિલા પર અત્યાચાર થઇ રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. પુત્રવધુ પર સાસુ, નણંદ અને સસરા દ્વારા માર માર્યોનો વીડિયો બહાર આવ્યો છે. જો કે કયા કારણોસર પુત્રવધુને માર મારવામાં આવ્યો તેનું કારણ હજુ પણ સામે આવ્યુ નથી. આવા દ્રશ્યો લોકોની માનસિકતાને પણ દર્શાવે છે. આવા વીડિયો બતાવે છે કે, આજે પણ આપણા દેશમાં પુત્રવધુને શું સમજવામા આવે છે.

ગુજરાત / રાજ્યમાં વધુ એક ભૂકંપનો ઝટકો, કચ્છનાં દુધઈમાં અનુભવાયો 3.7 ની તીવ્રતતાનો આંચકો

આવા વીડિયો બાદ મહિલાઓની સુરક્ષાને લઇને સરકાર અને સમાજની વાતો પર સવાલો ઉઠ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો બનાસકાંઠા જિલ્લાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. માથા પર પથ્થર મારીને પુત્રવધુને ઘાયલ કરતા દ્રષ્યો કાળજું કપાવી દે તેવા છે. મહિલા પર હાથ ઉપાડતા તત્વો સામે તંત્ર અને સમાજ કેમ પગલાં લેતું નથી તે સવાલ પણ આજે ઉભો થઇ રહ્યો છે ?

મહામારીનો ડર / દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 43 હજારથી વધુ કેસ, રિકવરી રેટ 97.09% પર પહોંચ્યો

આપને જણાવી દઇએ કે, લગ્ન બાદ ઘરમાં આવતી પુત્ર વધુને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવતો હોય છે. પરંતુ ઘણીવાર લોકો આ જ લક્ષ્મીને પગનાં જુત્તા સમાન સમજી લે છે અને તેની સાથે આ વીડિયોમાં બતાવવામાં આવ્યા તેવા દ્રશ્યો સર્જાય છે. ત્યારે હવે સવાલ ઉભો થાય છે કે શું આ રીતે પુત્રવધુને મારનારા સાસરિયા પક્ષ વિરુદ્ધ કોઇ કાયદેસરનીા કાર્યવાહી થશે કે નહી?

નોંધ – મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી…