Not Set/ વિરજી ઠુમ્મરના વિવાદિત ઉચ્ચારણ બાદ ભાજપના કાર્યકરોએ કર્યો કોંગ્રેસ ઓફિસમાં હલ્લાબોલ

અમદાવાદ ધ્રાંગધ્રાના મોટી માલવણ ખાતે પાટીદાર ન્યાય મહાપંચાયતમાં કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની માતા અંગે વિવાદિત ઉચ્ચારણ કરતા અમદાવાદના કોંગ્રેસ પ્રદેશ સમિતિ ખાતે ભાજપના કાર્યકરોએ હલ્લાબોલ કરતા પોલીસને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી.એક તબક્કે પોલીસ અને કોંગ્રેસના નેતાઓ પણ સામ-સામે આવી ગયા હતા. પાટીદાર મહાપંચાયતમાં વિરજી ઠુમ્મરે જીતુ વાઘાણીને નિશાન […]

Top Stories Gujarat

અમદાવાદ

ધ્રાંગધ્રાના મોટી માલવણ ખાતે પાટીદાર ન્યાય મહાપંચાયતમાં કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની માતા અંગે વિવાદિત ઉચ્ચારણ કરતા અમદાવાદના કોંગ્રેસ પ્રદેશ સમિતિ ખાતે ભાજપના કાર્યકરોએ હલ્લાબોલ કરતા પોલીસને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી.એક તબક્કે પોલીસ અને કોંગ્રેસના નેતાઓ પણ સામ-સામે આવી ગયા હતા.

પાટીદાર મહાપંચાયતમાં વિરજી ઠુમ્મરે જીતુ વાઘાણીને નિશાન બનાવ્યો અને તેમની માતા માટે અપમાનજનક ટીપ્પણી કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિરજી ઠુમ્મરને માફી માગવાનું કહ્યુ હતું.

જ્યારે રવિવારે ભાજપના સિનિયર નેતાઓ સાથે ભાજપની મહિલા પાંખ અને યુવાનો અમદાવાદના પાલડીમાં આવેલી કોંગ્રેસ સમિતિની ઓફિસમાં પહોંચ્યા હતા.

જો કે આ મામલે પોલીસને આગોતરી જાણ થઈ જતા મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે પ્રદેશ સમિતિ પહોંચી ગયેલા ભાજપના કાર્યકરોએ દેખાવો કર્યા હતા અને પુતળા દહન કર્યુ હતું.

આ વખતે ત્યાં યુવા કોંગ્રેસના કાર્યકરો પણ પહોંચી જતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા. જેના કારણે પોલીસે બંન્ને જુથને રોકવા માટે બળ પ્રયોગ કર્યો હતો.