USA News/ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વિશે ટ્રમ્પનું વિવાદિત નિવેદન

ટ્રમ્પ(Trumps) દ્વારા અપશબ્દોનો ઉપયોગ થયો હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે

Top Stories World
ટ્રમ્પ(Trump) દ્વારા અપશબ્દોનો ઉપયોગ થયો હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે તેમની ભાષા પર ચર્ચા જાગી છે.

Usa News : અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ Mohammed bin Salman વિશે કરવામાં આવેલી ટિપ્પણીનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મિયામીમાં યોજાયેલા Future Investment Initiative દરમિયાનના તેમના ભાષણનો હોવાનું જણાવવામાં આવે છે.

વિડિયોમાં ટ્રમ્પ કહેતા જોવા મળે છે કે મોહમ્મદ બિન સલમાને શરૂઆતમાં એવું માન્યું હતું કે તેમને ટ્રમ્પને ખુશ કરવાની જરૂર નથી, પરંતુ હવે તેઓ તેમને ખૂબ આદર આપે છે અને સારો વ્યવહાર કરવા માટે મજબૂર થયા છે. આ દરમિયાન ટ્રમ્પ(Trumps) દ્વારા અપશબ્દોનો ઉપયોગ થયો હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે તેમની ભાષા પર ચર્ચા જાગી છે.

અમેરિકા અને સાઉદી અરેબિયા લાંબા સમયથી નજીકના સાથી દેશો રહ્યા છે, તેથી આવી ટિપ્પણીએ રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય પેદા કર્યું છે. ટ્રમ્પે (Trumps)પોતાના ભાષણમાં વધુમાં જણાવ્યું હતું કે મોહમ્મદ બિન સલમાને ધાર્યું હતું કે તેઓ એક સામાન્ય અમેરિકન રાષ્ટ્રપતિની જેમ વર્તશે અને કદાચ હારી જશે, પરંતુ એવું થયું નહીં. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને તેમને અમેરિકા સાથે અનુકૂળ સંબંધ રાખવો પડશે.

આ વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકોએ ટ્રમ્પની ભાષાની ટીકા કરી છે, જ્યારે અન્યોએ આને રાજકીય વાસ્તવિકતા તરીકે પણ વ્યાખ્યાયિત કર્યું છે.

તે ઉપરાંત, ઘણા યુઝર્સે ટ્રમ્પ(Trumps)ના બદલાતા નિવેદનો પર પણ સવાલ ઉઠાવ્યા છે. થોડા સમય પહેલા જ તેમણે મોહમ્મદ બિન સલમાનને ઈરાન મુદ્દે અમેરિકાનો મજબૂત સાથી ગણાવ્યો હતો, જ્યારે હવે તેમની ભાષામાં તફાવત જોવા મળી રહ્યો છે.

ટ્રમ્પના ઈરાન મુદ્દે પણ વિરોધાભાસી નિવેદનો ચર્ચાનો વિષય બન્યા છે. એક તરફ તેઓ હોર્મુઝ જળમાર્ગ બંધ થાય તો કડક કાર્યવાહી કરવાની વાત કરે છે, તો બીજી તરફ કહે છે કે તેના કારણે અમેરિકા પર ખાસ અસર નહીં થાય. આવા નિવેદનોને કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અનિશ્ચિતતા વધતી હોવાનું માનવામાં આવે છે.


આ પણ વાંચો : પીએમ મોદી-ડોનાલ્ડ ટ્રમ્પ કોલમાં એલોન મસ્ક? વિદેશ મંત્રાલયે દાવા નકારી કાઢ્યા

આ પણ વાંચો : અમેરિકી કરન્સીના 165 વર્ષના ઇતિહાસમાં મોટું પરિવર્તન: ડોલર પર જોવા મળશે ટ્રમ્પના હસ્તાક્ષર

આ પણ વાંચો : મોડું થાય તે પહેલાં સાવચેત”,ટ્રમ્પનો ઈરાન પર પ્રહાર