દેશમાં કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં કેસ વધવાની પ્રક્રિયા ચાલુ છે. કોરોનાનો વેરિઅન્ટ લોકોમાં આ ચિંતાનો વિષય બની ગયો છે. દરમ્યાન, શનિવારે કોવિડ-19નાં કેસમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન, કોરોના વાયરસનાં 22 હજારથી વધુ કેસની પુષ્ટિ થઈ છે અને 400 થી વધુ દર્દીઓનાં મોત થયા છે.
આ પણ વાંચો – મોટા સમાચાર / શું ખરેખર નવા વર્ષમાં ઉત્તર કોરિયાનાં તાનાશાહ કિંમ જોંગ ઉનનું હ્રદય પરિવર્તન થયુ?
આપને જણાવી દઇએ કે, ખતરનાક કોરોના વાયરસનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થવાથી ચિંતા વધી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 નાં 22,775 નવા કેસ નોંધાયા છે. આ સિવાય આ ચેપથી 8,949 લોકો સાજા થયા છે અને કુલ 406 લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં કેસ પણ સતત મળી રહ્યા છે. હાલમાં, દેશમાં આ વેરિઅન્ટનાં કુલ 1,431 કેસ છે. દેશમાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા 1,04,781 છે. આ સિવાય રિકવરી રેટ 98.32 ટકા છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 145.16 કરોડ વેક્સીન ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં દરરોજ આ વાયરસથી સંક્રમિત લોકોનો દર 2.05 ટકા છે. વળી, દર અઠવાડિયે 1.10 ટકાનાં દરે લોકો આ સંક્રમણથી સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 67.89 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
COVID19 | India reports 22,775 new cases, 8,949 recoveries and 406 deaths in the last 24 hours.
Active caseload currently stands at 1,04,781. Recovery Rate currently at 98.32%
Omicron case tally stands at 1,431. pic.twitter.com/CiGR3FNB13
— ANI (@ANI) January 1, 2022
કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરિઅન્ટે પણ તબાહી મચાવી છે. આ વેરિઅન્ટનાં 1,431 કેસ નોંધાયા છે. આ કેસ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં હાલમાં ઓમિક્રોન વેરિઅન્ટનાં સૌથી વધુ કેસ છે. આ પછી, આ વેરિઅન્ટનો પ્રકોપ દિલ્હી, તમિલનાડુ, ગુજરાત અને કેરળ જેવા રાજ્યોમાં જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,10,855 લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 67.89 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ વેરિઅન્ટનો પ્રથમ કેસ નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં પ્રથમવાર મળ્યો હતો, તે હવે દેશનાં 23 રાજ્યોમાં ફેલાઈ ગયુ છે.
