up news/ આઝમ ખાનના ઠેકાણે EDના દરોડા, 10 સ્થળે એકસાથે તપાસ

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન સામે EDની મોટી કાર્યવાહી. રામપુર, સહારનપુર અને દિલ્હીમાં 10 સ્થળે દરોડા, જૌહર યુનિવર્સિટી સહિતના પરિસરની તપાસ.

Top Stories India
ED

Azam Khan ED Raid News: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી આઝમ ખાનની મુશ્કેલીઓ ફરી વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા બુધવારે વહેલી સવારે આઝમ ખાન તથા તેમના નજીકના સહયોગીઓ સાથે જોડાયેલા કુલ 10 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના રામપુર, સહારનપુર અને નવી દિલ્હીમાં એકસાથે આ તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, EDની આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન એજન્સી દ્વારા આઝમ ખાન સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો, કથિત નાણાકીય ગેરરીતિઓ અને ભંડોળના સ્ત્રોત સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

EDની ટીમો ખાસ કરીને આઝમ ખાનના મહત્વના પ્રોજેક્ટ મૌલાના મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલા મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટના પરિસરમાં તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત રામપુર સ્થિત જૌહર યુનિવર્સિટી કેમ્પસ તથા સંબંધિત અધિકારીઓના રહેણાંક સ્થળોએ પણ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.

દરોડાની કાર્યવાહી દરમિયાન કેન્દ્રીય સુરક્ષા દળોની સુરક્ષા પણ ગોઠવવામાં આવી છે. EDની ટીમો દ્વારા વિવિધ દસ્તાવેજો અને અન્ય સામગ્રીની ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે, તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર કાર્યવાહીને લઈને વધુ વિગતો સ્પષ્ટ થશે.


આ પણ વાંચો : રામપુર જેલમાં આઝમ ખાને સારવાર લેવાથી કર્યો ઇનકાર, ડોક્ટરો પાછા ફર્યા

આ પણ વાંચો : આઝમ ખાનની તબિયત બગડી, દિલ્હીની આ હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો : સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનને ઝટકો, વિધાનસભાનું સભ્યપદ ગુમાવ્યું,જાણો વિગત