બેંગલુરુ,
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મી સિઝનની લીગ મેચમાં યજમાન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) ૬ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. RCBની ટીમના શાનદાર વિજયનો હીરો મિડલ ઓર્ડર બેટ્સમેન એ બી ડિવિલિયર્સ રહ્યો હતો. પરંતુ આ મેચ દરમિયાન દિલ્લીના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટની ખૂબ પ્રશંસા થઇ હતી કારણ કે બોલ્ટે કેપ્ટન કોહલીનો એક અસંભવિત કેચ પકડ્યો હતો. બોલ્ટના આ શાનદાર કેચને કેટલાક લોકોએ તો “કેચ ઓફ ધ સિઝન” ગણાવ્યો હતો.
https://www.iplt20.com/video/124017/boult-from-the-blue-trent-s-one-handed-screamer-stuns-virat
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની ૧૧મી ઓવરમાં કેપ્ટન કોહલીએ ઝડપી બોલર હર્ષલ પટેલના ફૂલ ટોસ બોલ પર બેકવર્ડ સ્કેવર લેગ પર શોટ લગાવ્યો હતો. આ શોટ જોતા લાગી રહ્યું હતું કે તે સિક્સર જશે અને ત્યાં ઉભેલા ખેલાડીને પસાર કરી જશે.

પરંતુ બ્લેક કેપ ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે બાઉન્ડ્રી લાઈન પર ઉભા રહીને મોટી છલાંગ લગાવી હતી અને કેચ પોતાના હાથમાં લપકી લીધો હતો. મોટી છલાંગ લગાવી કેચ પકડીને જમીન પર આવ્યા બાદ બોલ્ટે પોતાના શરીરનું જે સમતોલન જાળવ્યું હતું તે જોઇને પોતે વિરાટ કોહલી ઉપરાંત સ્ટેડિયમમાં ઉપસ્થિત લોકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા.

આ કેચ બાદ કેટલાક પૂર્વ ક્રિકેટરો ઉપરાંત ક્રિકેટના સમર્થકોએ બોલ્ટના ખૂબ વખાણ કર્યાં હતા.
A night of what the…. in the #IPL2018 !! Trent Boults catch is as good a catch as you will ever see & ABD batting was an exhibition & all class !! Wow….
— Shane Warne (@ShaneWarne) April 21, 2018
I think we could quite easily have just seen the Greatest EVER catch …. #TrentBoult #IPL #Virat
— Michael Vaughan (@MichaelVaughan) April 21, 2018
This is quite ridiculous… #IPL11 #TrentBoult https://t.co/1QnIcbCGpC
— Richard Paterson (@RPATS2) April 21, 2018
https://twitter.com/Joshua_Jeyam/status/987743915208949763?s=20
Insane catch!!#TrentBoult pic.twitter.com/tS0QfPdIbJ
— Sidrah Anwer (@Sidrah_Anwer_) April 21, 2018
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી દિલ્લી ડેરડેવિલ્સની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૧૭૪ રનનો સ્કોર ખડકયો હતો.દિલ્લી તરફથી શ્રેયસ ઐયરે ૩૧ બોલમાં ૩ સિક્સર સાથે ૫૨ રન બનાવ્યા હતા જયારે વૃષભ પંથે માત્ર ૪૮ બોલમાં ૭ ગગનચુંબી સિક્સર સાથે ૮૫ રન ફટકાયા હતા અને ટીમનો સ્કોર ૧૭૦ રનને પાર પહોચાડ્યો હતો. બીજી બાજુ RCB તરફથી સ્પિન બોલર યજુવેન્દ્ર ચહલે ૨ જયારે ઝડપી બોલર ઉમેશ યાદવ અને વોશિંગ્ટન સુંદરે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.
દિલ્લી ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૭૫ રનના ટાર્ગેટનો પીછો કરતા બેંગ્લોરની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન વોહરા માત્ર ૨ અને વિકેટકીપર બેટ્સમેન ડી કોક ૧૮ રન નોધાવી પેવેલિયનમાં ભેગા થયા હતા.
જો કે ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી અને મિડલ ઓર્ડર બેટ્સમેન એ બી ડિવિલિયર્સની જોડીએ ત્રીજી વિકેટ માટે ૬૩ રન જોડ્યા હતા. કેપ્ટન કોહલી ૩૦ રન બનાવી આઉટ થયો હતો જયારે ડિવિલિયર્સે ટીમનો એક છેડો સાચવી રાખતા માત્ર ૩૯ બોલમાં અણનમ ૯૦ રનની તૂફાની ઇનિંગ્સ રમી હતી. ડિવિલિયર્સે ૯૦ રનની ધમાકેદાર ઇનિંગ્સ દરમિયાન દિલ્લીના બોલરોની ચારેબાજુ ધુલાઇ કરતા ૫ સિક્સર અને ૧૦ ચોક્કા ફટકાર્યા હતા. જયારે DD તરફથી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ અને સ્પિન બોલર ગ્લેન મેક્સવેલે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.
