Not Set/ સેન્સર બોર્ડે ‘ગુજરાત’ અને ‘અમદાવાદ’ પર લીધો વાંધો,ફિલ્મમાંથી શબ્દો થશે મ્યુટ

  દિલ્હી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશન એટલે કે સેન્સર બોર્ડે બંગાળી ફિલ્મના એક ડાયલોગમાં વાપરવામાં આવેલ ‘ગુજરાત’  નામના શબ્દ પર વાંધો લીધો છે.બંગાળી ફિલ્મ ‘આલીયા’ માં ગુજરાત સંબંધિત વાપરવામાં આવેલા કેટલાંક ડાયલોગ પર વાંધો ઉઠાવની તેમાં સુધારા સુચવ્યા છે.જોવાની વાત એ છે કે આ ફિલ્મને બંગાળના ડેપ્યુટી ઇન્સપેક્ટર જનરલ(ટ્રાફિક) હુમાયું કબીરે ડાયરેક્ટ કરી છે. […]

Top Stories

 

દિલ્હી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશન એટલે કે સેન્સર બોર્ડે બંગાળી ફિલ્મના એક ડાયલોગમાં વાપરવામાં આવેલ ‘ગુજરાત’  નામના શબ્દ પર વાંધો લીધો છે.બંગાળી ફિલ્મ ‘આલીયા’ માં ગુજરાત સંબંધિત વાપરવામાં આવેલા કેટલાંક ડાયલોગ પર વાંધો ઉઠાવની તેમાં સુધારા સુચવ્યા છે.જોવાની વાત એ છે કે આ ફિલ્મને બંગાળના ડેપ્યુટી ઇન્સપેક્ટર જનરલ(ટ્રાફિક) હુમાયું કબીરે ડાયરેક્ટ કરી છે.

સેન્સર બોર્ડ ફિલ્મમાં જે ડાયલોગમાં ‘ગુજરાત’ શબ્દ વપરાય છે તેને મ્યુટ ( અવાજ બંધ) કરી દેવાનું સુચન કર્યું છે.એ સિવાય સેન્સર બોર્ડે આ ફિલ્મમાં વપરાયેલાં બીજા શબ્દો જેવા કે ‘અમદાવાદ’ , ‘શ્રીરામ’ , ‘ કાફર’  અને ‘ત્રીશુલ’ પર પણ વાંધો ઉઠાવીને તેને મ્યુટ કરવા ફિલ્મ નિર્માતાઓને જણાવ્યું છે.
આલેયા ફિલ્મમાં ગુજરાતના 2002ના રમખાણોનો ઉલ્લેખ આવે છે.આ રમખાણોના કારણે ગુજરાત અને બંગાળના લોકો પર કેવી અસર પડી છે તેનો ઉલ્લેખ ફિલ્મમાં કરવામાં આવ્યો છે.ફિલ્મના ડાયરેક્ટર હુમાયુ કબીર કહે છે કે ગુજરાતમાં 2002માં તોફાનો થયાં હતાં અને અમે આ ફિલ્મ હિન્દુ મુસ્લીમ એમ બંને કોમના ઉગ્રવાદીઓને બતાવ્યાં છે.

સેન્સર બોર્ડે ફિલ્મ નિર્માતાઓને ‘ગુજરાત’ અને ‘અમદાવાદ’ શબ્દો હટાવવા જણાવ્યું છે અને તો જ આ મુવીને U/A સર્ટિફિકેટ મળશે.

ફિલ્મમાં આલીયા નામની છોકરીને સ્કુલ ટીચર્સ હોળી રમવાની મનાઇ કરે છે.આલીયાના પિતા સ્કુલ ટીચર્સ સાથે બોલાચાલી કરે છે તે દરમિયાન ગુજરાતના તોફાનોનો હવાલો આપે છે.આ ડાયલોગ સમયે ‘ગુજરાત’ અને ‘અમદાવાદ’ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે.