Gandhinagr News: અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર-માણસા હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં અજાણ્યા વાહનચાલકે રાહદારીને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ ત્યાથી નાસી છૂટ્યો હતો. ટક્કરને કારણે ગંભીર ઇજાઓ થતાં દાહોદના રહેવાસી મજૂરનું Gandhinagar સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ (Death) થયું છે.
ગાંધીનગર મા અકસ્માત
ફરિયાદી રતન ગરાસિયાના નાના ભાઈ ઝાલોદ તાલુકાના મહુડી ગામના રહેવાસી રાજુ ગરાસિયા અને તેમની પત્ની છેલ્લા પંદર દિવસથી વિરુ ચાવડા સાથે વાસણ ગામમાં રસ્તાના બાંધકામનું કામ કરી રહ્યા હતા, 2 ડિસેમ્બરની સવારે રાજુની પત્ની ખેતરમાં કામ કરવા માટે તેના ગામ ગઈ હતી, પરંતુ મજૂરીના પૈસા બાકી હોવાથી રાજુ વાસણમાં જ રોકાઈ ગયો હતો.મજૂરીનો સંપૂર્ણ ખર્ચ ચૂકવ્યા વિના, શેઠના વ્યક્તિએ તેને ભાડા તરીકે 500 રૂપિયા આપ્યા અને વાસણ બસ સ્ટેશન પર છોડી ગયો હતો.રાજુ ગરાસિયા ગાંધીનગર-માણસા હાઇવે પર વાસણ મહાદેવ પાસે રસ્તાની બાજુમાં ચાલી રહ્યો હતો. આ દરમિયાન એક અજાણ્યા વાહનચાલકે રાજુ ગરાસિયાને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી ગંભીર હતી કે Gandhinagar સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. રાજુને માથામાં ગંભીર ઈજાઓ, જમણા કપાળ પર કટ અને બંને પગમાં ફ્રેક્ચર થયું હતું.અકસ્માત બાદ લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતા જેમાથી કોઈએ 108ને ફોન કર્યો હતો. ત્યારબાદ 108 દ્વારા રાજુને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું.
મૃતકના મોટા ભાઈની ફરિયાદના આધારે, પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં, પોલીસ સિવિલ પોલીસ સ્ટેશન પહોંચી. તપાસ દરમિયાન, મૃતકના ખિસ્સામાંથી એક ડાયરી મળી આવી હતી, જેના આધારે દાહોદમાં રહેતા રતનને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો સિવિલ પોલીસ સ્ટેશન ગયા. રતનભાઈની ફરિયાદના આધારે, પેથાપુર પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ગાંધીનગર:મહાત્મા મંદિર રોડ ઉપર થયો ગમખ્વાર અકસ્માત

