કોરોના વાયરસનાં કહેરની વચ્ચે, ‘લવ યુ જિંદગી’ ગીત પર કૂદકો લગાવતી હિંમત અને ઉત્સાહનો દાખલો આપતી એક છોકરી જિંદગીની જંગ અંતે હારી ગઇ છે. દિલ્હીની એક હોસ્પિટલમાં બેડ પર કોરોના સામે લડતી એક છોકરીનો ‘લવ યુ જિંદગી’નાં ગીતમાં મસ્તી કરતો વીડિયો વાયરલ થયો હતો, તે હવે દુનિયામાં રહી નથી.
I am very sorry..we lost the brave soul..
ॐ शांति .. please pray for the family and the kid to bear this loss🙏😭 https://t.co/dTYAuGFVxk— Dr.Monika Langeh (@drmonika_langeh) May 13, 2021
હોસ્પિટલમાં જ એક વીડિયો દ્વારા ‘જિયો તો હર પલ એસે જિયો જેસે કી આખરી હો’ નો સંદેશ આપનાર આ યુવતીનું ગુરુવારે કોરોનાથી અવસાન થયું હતું. આ માહિતી તે જ ડોક્ટર મોનિકા લંગેહે આપી છે, જેમણે સોશિયલ મીડિયા પર આ યુવતીનો વીડિયો અપલોડ કર્યો છે. આપને જણાવી દઇએ કે, દિલ્હીની એક હોસ્પિટલની ડો.મોનિકા લંગેહે 8 મે નાં રોજ એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં આ 30 વર્ષીય યુવતી ‘લવ યુ જિંદગી’ ગીત પર બેડ પર જ ઝૂમતી જોવા મળી હતી. પરંતુ ગુરુવારે રાત્રે ડો. મોનિકા લંગેહે તેના ટ્વિટર પર યુવતીનાં મોતની જાણ કરી ત્યારે સૌ કોઇ દુઃખી થઇ ગયા હતા. તેમણે લખ્યું- ‘હું ખૂબ જ દુઃખી છું… આપણે આ બહાદુર આત્મા ગુમાવી દીધી. કૃપા કરીને પરિવાર અને બાળકો માટે પ્રાર્થના કરો તે જેઓ આ નુકસાન સહન કરી શકે.’
She is just 30yrs old & She didn't get icu bed we managing her in the Covid emergency since last 10days.She is on NIVsupport,received remedesvir,plasmatherapy etc.She is a strong girl with strong will power asked me to play some music & I allowed her.
Lesson:"Never lose the Hope" pic.twitter.com/A3rMU7BjnG— Dr.Monika Langeh (@drmonika_langeh) May 8, 2021
આ પહેલા વીડિયો શેર કરતી વખતે ડો.મોનિકા લંગેહે માહિતી આપી હતી કે, મૃતક યુવતી માત્ર 30 વર્ષની છે. તેની હાલત નાજુક હતી, પરંતુ જો આઇસીયુ ન મળ્યુ જે કારણે તેણે કોવિડ ઇમરજન્સીમાં સારવાર શરૂ કરી. છેલ્લા 10 દિવસથી તેની સારવાર ચાલી રહી હતી અને તે એનઆઈવી સપોર્ટ પર હતી. તેણીને રેમડેસિવિર પણ આપવામાં આવી હતી, પ્લાઝ્માં ઉપચાર પણ કરાવ્યો હતો. યુવતીની ઇચ્છાશક્તિ અત્યંત મજબૂત હતી. તેણે કહ્યું કે, યુવતીએ તેના મૃત્યુ પહેલા ગીત વગાડવાની વિનંતી કરી હતી, જેને તેણે સ્વીકારી લીધી હતી. જો કે 10 મે નાં રોજ ડોક્ટર મોનિકાએ ટ્વીટ કર્યું હતું કે છોકરીને આઈસીયુ બેડ મળી ગયો છે, પરંતુ તેની સ્થિતિ સ્થિર નથી અને આખરે આ યુવતી આ દુનિયા છોડી ગઈ. જ્યારે વીડિયોમાં યુવતી ઝૂમતી જોવા મળી હતી, ત્યારે તે ઘણા દિવસો સુધી ટ્રેન્ડમાં રહી હતી.

