Surat News: સુરત મનપા શેરબજારમાં IPO લોન્ચ કરશે. ગાંધીનગરથી મંજૂરીની મહોર વાગતા જ મનપાનો IPO થશે. દેશમાં પ્રથમ વખત કોઈ પાલિકા દ્વારા શેરબજારમાં આઈપીઓ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. રૂ.200 કરોડનું ફંડ મેળવવા મનપાએ શેરબજારની સહાય લીધી. SMC પબ્લિક IPO લાવનારી દેશની પ્રથમ મનપા બનશે.
આજે મોટાભાગના લોકો વધુ નાણાંકીય લાભ લેવા શેરબજારમાં રોકાણ કરી વધુ આવક મેળવે છે. કંપનીના આઈપીઓમાં રોકાણ વધુ સલામતીભર્યું માનવામાં આવે છે. અને આથી જ પ્રથમ વખત કોઈ કંપની નહી પરંતુ નગરપાલિકા શેરબજારમાં પોતાનો IPO લોન્ચ કરશે. સુરતની SMC ગ્રીન બોન્ડ માટે પ્રાઈવેટ કે બેંકિગ ફંડને બદલે પબ્લિક સેક્ટર પાસે જશે. ગાંધીનગરથી મંજૂરીની મહોર વાગતા જ IPO માટે SEBIના નિયંત્રણ હેઠળ સ્ટોક માર્કેટમાં SMC લિસ્ટ થશે. ફંડ મેળવી મનપા ગ્રાહકોને વ્યાજને બદલે ડિવિડન્ડ ચુકવશે. IPO લોન્ચ કરવા રાજ્ય સરકારની મંજૂરી મેળવવા ફાઈલ ગાંધીનગર મોકલવામાં આવી છે.
SMC આવકના સ્ત્રોત વધારવા શેરબજારમાં ઝંપલાવશે. શહેરમાં વિકાસકાર્યો માટે જરૂરી નાણાંસહાય તેમજ વિવિધ પ્રોજેક્ટો માટે ફંડ એકત્ર કરવા નગરપાલિકા શેરબજારમાં સક્રિય થવાની તૈયારીઓમાં છે. જણાવી દઈએ કે સોલર, વોટર અને વિન્ડ સહિતના એન્વાયરમેન્ટ એનર્જી સેક્ટરના કાર્યો માટે પાલિકા દ્વારા બજેટમાં 200 કરોડ રૂપિયાનો ગ્રીન બોન્ડ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. પબ્લિક ઈશ્યૂ બહાર પાડવામાં આવશે તો વ્યાજ દર પાલિકા નક્કી કરી શકશે. આઇપીઓ માટે ફેસવેલ્યુ 1000 રૂપિયા નક્કી કરાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદ 31St ની તૈયારી વચ્ચે ડ્રગ્સનો ઘટસ્ફોટ: 3.5 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
આ પણ વાંચો: અમદાવાદની વટવા પોલીસને મળી મોટી સફળતા, 3.60 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો
