અમદાવાદ
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં લેબ કલેકશન સેન્ટરમાં યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.
યુવકના આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ જાણવા મળયું છે. મૃતકનું નામ જયેશ પરમાર છે અને તે વાડજ વિસ્તારનો રહેવાસી છે.
તારીખ 6 ઓગસ્ટના રોજ રાત્રે પરત ઘરે ફર્યો નહોતો અને લેબમાં તેઁણે પોતાનું જીવન ટૂંકાવી લીધુ હતું. તો બીજા દિવસે લેબના માલિક લેબ પર આવતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.
લેબ માલિક દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરાતા પરિવારના સભ્યો લેબ પર દોડી આવ્યા હતા. આત્મહત્યાની જાણ થતા પોલીસ કાફલો ઘટના દોડી આવ્યો હતો અને આત્મહત્યાના કારણો શોધવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
